પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨
પરિશિષ્ટ

યાદ રાખજો. તમારી માતા તમારે માટે સર્વદા ચિંતા કરે છે. પ્રભુ આગળ તમારા ભલા માટે પ્રાર્થના કરે છે. જે પ્રભુઈચ્છાથી કદાચ આ શીતળાના રોગથી હું સપડાઈ જાઉં તો આ જગતમાં તમારી માતાને જોઈ શકશો નહિં. પરલોકમાં મેળાપ થઈ શકશે. હું પ્રાર્થના કરૂં છું કે, દયાળુ ઈશ્વર તમારી રક્ષા કરો.”

દોરાને આ શીતળાઆશ્રમમાં પણ ઘણા જણ મળવા આવતા. વૈદ્ય તો દરરોજ આવતો હતો. વાત્સલ હોસ્પિટલનો મંત્રી પણ તેને ઘણો ચાહતો હતો તેથી તે પણ વારંવાર આવતો અને આશ્રમના રોગીની ખબર દોરા બહેનને આપતો. વળી સારાં સારાં પુસ્તકો, સુંદર પુષ્પો અને જોઈતી વસ્તુઓ અથવા જેથી દોરાનું ચિત્ત આનંદ પામે એવી વસ્તુ લાવી આપતો. જૂના રોગીઓ જે આશ્રમ છોડી ગયા હતા તે પણ તેને મળવા આવતા.

બેલ નામનો એક માણસ એક વાર વાલ્સલની હોસ્પિટલમાં રહ્યો હતો. તેને પગ પાકવાથી તે ચાર માસ સુધી ત્યાં રહ્યો હતો. આ માણસને આશ્રમ છોડતાં પહેલાં સ્મરણચિહન તરીકે દોરા બહેને એક પુસ્તક આપ્યું હતું. તેમાં નીચે લખેલી ત્રણ શિખામણ પોતાને હાથે લખીને આપી હતીઃ-

(૧) દરમહિને એક વાર દોરા બહેનને મળવા આવજે.
(૨) દરરોજ નિયમિત રીતે દેવળમાં જજે.
(૩) સર્વથી પહેલાં પ્રભુનું રાજય અને તેનો પવિત્ર ન્યાય સ્થાપવા પ્રયત્ન કરજે.

તે આશ્રમમાં રહેતો ત્યારે ભગિની દોરા દર રવિવારે તથા બુધવારે તેને દેવળમાં લઈ જતી, જેથી દોરા બહેનને તે ઘણું જ ચાહતો. કામ કર્યા પછી જે વખત મળતો તે વખતમાં તે બહેન દોરા પાસે આવી બેસતો. તે કહેતો કે "બહેન મારાપર કેટલો બધો પ્રેમ તથા ચિંતા રાખે છે તેનું હું વર્ણન કરી શકતો નથી.”

કોણ જાણે દોરા બહેનને કદાચ શીતળાનો ચેપ લાગી જાય અને તે આ રોગની ભોગ થઈ પડે; એ ડરથી લેાકો તેને વારંવાર જોવા આવતા. તેમને તે વારંવાર આવવાની મના કરતી તોપણ તેઓ સૌની તેના પર એટલી બધી પ્રીતિ હતી કે મૃત્યુના ભયથી નહિ ડરતાં તેઓ વારંવાર આવતા અને દોરા તેમને અટકાવી શકી નહિ.

શીતળા-આશ્રમમાં તેનું કામ ઘણું વધી પડયું. બીજા ઘણા બંધુઓ તેને મદદ કરવા આવવા ચાહતા હતા, પણ સૌને તેણે