પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૩
સાધ્વી બહેન દોરા

મનાઈ કરી.તે કહેતી કે ‘‘તમે અહીં આવશો નહિ. કારણ કે રોગીઓના શરીરમાંથી એવી દુર્ગંધ નીકળે છે કે તમને આ રોગ લાગુ પડશે. અહીં પરમેશ્વરની મારાપર કેટલી બધી કૃપા કે તેની આ અયોગ્ય કન્યાને આ મહાન કામમાં નિયુક્ત કરી છે. આ મહાન વ્રતમાંજ જો મારો પ્રાણ જાય તો કેટલા બધા આનંદની વાત ! એની દયાનો વિચાર આવતાં મારૂં અંતર કૃતજ્ઞતાથી ઉભરાય છે. હું જ્યારે રોગીની સેવા કરવામાં રોકાઉં છું ત્યારે જાણે મારા અંતરમાંથી મને ગૂઢ અવાજ સંભળાય છે કે 'દોરા ! તું મારીજ સેવા કરે છે ! "

દોરાએ આ ભયાનક સ્થાનમાં રહેતી વેળા એક મિત્રને આવો પત્ર લખ્યો હતાો:- ચારે બાજૂએ જાણે મોત ઉભું રહેલું છે. હું પણ સર્વદા મોતને માટે તૈયારજ છું. મારૂં હૃદય હમણાં શાંતિસુખસાગરમાં તણાય છે. હું અહી એવા આનંદમાં રહું છું કે જેનું વર્ણન મારાથી થઈ શકતું નથી. હું સંસારી હોત તો આવો આનંદ-આવી શાંતિ કદી પણ હું ભોગવી શકત નહિ.

દોરા હમેશાં આપવા લેવાનો હિસાબ ચોખ્ખાોજ રાખતી. તે કહેતી કે, સર્વદા મૃત્યુને માટે તૈયાર રહેવું સારૂં છે; કારણ કે કયી વેળાએ તેડું આવશે તે કહી શકાતું નથી.

ભગિની દોરાને આ હોસ્પિટલમાં જે રોગી મળતાં તેમાંનાં ઘણાંખરાં મૂર્ખ અને હલકા સ્વભાવનાં હતાં; છતાં પણ તેઓ દોરાને એટલાં બધાં ચાહતાં કે કહેવાની વાત નહિ. પોતાનાં સગાંવહાલાં સાથે રહેવા કરતાં દોરાની દેખરેખ નીચે આ ભયાનક આશ્રમમાં રહેવાનું તેઓ વધારે પસંદ કરતાં.

દોરા રાત્રે ઘણુંખરૂં જાગતીજ રહેતી. કારણ કે ઉંઘી જાય તો રોગીનું બોલવું સંભળાય નહિ. કોઈ કોઈ વાર રોગીને પકડી રાખવા પણ ઘણા કઠણ થઇ પડતા. તે પોતાને હાથે ઘર સાફ રાખતી. રસોઈ પેાતાને હાથે કરી રોગીને જમાડતી. કેવી રસોઈ રોગીને રૂચે અને હિતકારી થાય તે વિષે વિચાર કરી ખાસ કાળજીથી રસોઈ કરતી.

દોરાની હિંમત અદ્ભુત હતી. તેને માત્ર એકજ નોકર હતો, જે વખતોવખત દારૂ પીવા જતો રહેતો અને દોરા એકલી રોગીના બિછાના પાસે બેસી રહેતી. એક વાર દોરા એકલીજ હતી તેવામાં એક રોગીના મરવાનાં ચિહ્ન જણાયાં. રોગીએ પોતાની છેલ્લી ઘડીએ પોતાના ગુરુને તેડાવી મંગાવવા દોરાને દયામણે ચેહરે