પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૭
સાધ્વી બહેન દોરા

એટલે એ પવિત્ર સાધ્વીથી એ કેમ સહન થાય ? પોતાના પ્રાણના જોખમે પણ તે તેમનો ઉદ્ધાર કરવા તત્પર થઈ. રાત્રે વાલ્સલનગરના સઘળા રહેવાસીઓ જ્યારે ઘોર નિદ્રામાં ઉંઘતા હોય, અને રાજમાર્ગમાં કોઈ પણ માણસ જતો જણાય નહિ, ત્યારે પણ દોરા બહેન બે પાદરીને સાથે લઈ એ ખરાબ મહોલ્લા તરફ જતી જણાતી. એ જગ્યાએ જતી વેળા એક પોલીસના સિપાઈએ દોરાને કહ્યું હતું કે “બહેન ! તમે થોભો, હવે આગળ વધશો ના. તમારે જવું જ હોય તો હું સાથે આવું.” દોરાએ જવાબ દીધો “ના ના, કાંઇ જરૂર નથી. તમે કાંઈ ફીકર કરશો નહિ. તમને સાથે આવેલા જોશે તો તેઓ જાણશે કે અમે તેમનાથી ડરીએ છીએ; અને એમ જાણશે તો ઉલટું ખરાબ પરિણામ આવશે.” આટલું બોલી આ ત્રણ સ્વર્ગના દૂતો ધીમેધીમે મોટો ધોરી માર્ગ પકડી નરકની અંદર જવા લાગ્યા. આ વેળા દોરાએ પાદરીઓને કહ્યું કે “તમે મારી પાછળ ગુપચૂપ જરા છેટા ચાલજો. મને તો કોઈપણ હાથ અડકાડવાની હિંમત ધરશે નહિ. પણ જો તમને સાથે જોશે તો એકદમ મારી નાખશે.” તેઓ એ સાંભળી બહેનની પાછળ છેટે છેટે ધીમે ધીમે જવા લાગ્યા. થોડી વારે એક નાના ઘર સામે જઈ ઉભા. ઘરમાં દીવો બળતો હતો. દોરાએ પાદરીને કહ્યું “આ બારીમાંથી છુપી રીતે જાુઓ, સંભાળજો ! એમાંનો કોઈ તમને દેખી શકે નહિ !” તેઓએ ગોળ ટેબલની ચારે બાજુએ કેટલીક સ્ત્રીઓને બેઠેલી જોઈ અને યમના જેવો એક ભયંકર પુરુષ તેની સરદારી લઈ હુકમ આપતો હતો. આ દેખાવ જોતાંજ તેમનાં હૃદય કંપવા લાગ્યાં.

ભગિની દોરા એ દરવાજો ઠોક્યો. પહેલા અવાજથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે દોરાએ પાછું બારણું ઠોક્યું. ત્યારે પેલો ભયંકર પુરુષ ક્રોધપૂર્વક બોલી ઉઠ્ચો “કોણ છે ?”

“દોરા ! બહેન દોરા છે.”

ભયંકર પુરુષ ( ઘણાજ ક્રોધથી હાથ પગ અફાળતો) – “આ વેળા અહીં આવવાનું કામ શું ?”

દોરા (ગંભીર અને ધીર સ્વભાવથી) બોલી :– “દરવાજો ઉઘાડો, મારે તમને ક઼ંઈ કહેવાનું છે.” પેલા માણસે ગાળો દેતાં દેતાં ઉઠી બારણુ ઉઘાડ્યું. ભગિની દોરા એ વખતનો અંદરનો દેખાવ જોઈને એવી તો ખેદ પામી કે કાંઈ પણ બોલ્યા સિવાય બારણામાં