પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૯
સાધ્વી બહેન દોરા

તમને અપમાન કર્યું છે. તમે અમને કેટલાં બધાં ચાહો છો ?” દોરાએ જવાબ દીધો કે “તમે જે ખરેખરાજ મારાપરના અન્યાયી આચરણથી દુઃખી થયા હો તો હું કહીશ તે તમે કરશો ?” તેમણે કહ્યું “હા, અમે તેમ કરવા તૈયાર છીએ.” દોરાએ કહ્યું “ત્યારે તો તમે સૌ મારી પાછળ આવો. મારા કેટલાક મિત્રો તમને કંઈક કહેશે.” આ સાંભળી જેમ માતાની વાતથી બાળકો જાય છે તેમ પેલાં સૌ સ્ત્રીપુરુષો દોરા બહેનની પાછળ ચાલવા માંડ્યાં.”

હવે પેલા બે પાદરીઓ, આવવાની વાત સાંભળી જલદી ઉપલા ઓરડામાં ચાલ્યા ગયા. તેઓ ત્યાં પહોંચે છે એટલામાં આ બીજા માણસો આવ્યાથી ઓરડો ભરાઈ ગયો.

આ માણસો ઘણી ગડબડ મચાવી કોઈને ઉઠાડી, કોઇને ગબડાવી પોતપોતાની જગ્યા કરવા લાગ્યાં. એટલામાં બિલની સામે બીજો એક જેક નામે રાક્ષસી માણસ હતો તેણે કાંઇક કહ્યું, જેની બીલે બહેન દોરાની પાસે ફરિયાદ કરી. તેથી બહેન દોરાએ તેને ધમકાવી કહ્યું “જેક ! સાવધાન રહે. મારી પાસે આવી ચૂપ બેસી જા.” બહેનની પ્રશાંત મૂર્તિ અને ગંભીરભાવનો ત્રાસ જોઈ જેક બચ્ચાની માફક બાજાુમાં આવી શાંત થઈ બેઠો. ઉપાસના થવા લાગી. જેક અને બીલ એ બે પાપીના સરદારોને વચમાં બેસાડી ભગવાનની પ્રાર્થના કરવામાં દોરા બહેન નિમગ્ન થઈ. સાધુતાનો કેવો આશ્ચર્યજનક મહિમા !! જેને જોયાથીજ સાૌ ભયથી કાંપતા, તેમને વચમાં ધમકાવીને બેસાડવાની કોની મગદૂર હોય ! બીજા કોઈને તેઓ આમ જાુઓ તો મારી નાખવા પણ અચકાય નહિ; પણ હમણાં તો તેઓ શાંતભાવે ઉપાસના કરતા હતા.

બહેન દોરાની આ વીરપણાની વાત યાદ આવે છે ત્યારે અજાયબ થવાય છે. અહા ! કેવો પ્રેમ ! કેવું ધર્મતેજ ! કેવી હિમત ! ધર્મનું તેજ ન હોત તો સ્ત્રીજાતિની શી મગદૂર કે અંધારી રાત્રે નરકના ઉંડા કૂવામાંથી રાક્ષસ જેવાં નરનારીને બળપૂર્વક કાઢી શકે ? જેઓ થોડી વાર અગાઉ આસુરી ભાવથી ઉન્મત્ત થઈ પશુ જેવા નૃશંસ વ્યાપારમાં લાગ્યા હતા, તેઓ છેવટ એક સ્ત્રીની પાછળ બાળકની પેઠે ચાલ્યા ! આ બનાવનું વર્ણન કેમ કરવું એ સમજાતું નથી. રોગીઆશ્રમનો ડૉકટર આ ધર્મપ્રચારની બાબત ઉપર કાંઈ વિશ્વાસ રાખતો નહાતો; પણ જ્યારે