પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪
પરિશિષ્ટ

પણ આ શરીરે મને મારાં કેટલાંય ભાઈબહેનની સેવા કરવા દીધી નહિ. '

તે હવે ગાડીમાં બેસી સાંજના છ થી દશ વાગ્યાસુધી મોટા ઉત્સાહથી રોગીને જોવા જતી હતી. પૈસાદાર તથા ગરીબને ત્યાં જઈ રોગીની મૃત્યુશય્યામાં બેસીને તેમને ધર્મની વાત સંભળાવતી.

વાલ્સલ નગરના ખરાબ મહોલ્લાઓ ધીમે ધીમે તેના નામથી માહિતગાર થયા. પાપાસક્ત સ્ત્રીઓ તેને માન આપવા લાગી તથા તેના પર શ્રદ્ધા રાખવા લાગી. દોરા બહેન રાત્રિના વખતમાં તેમને શિક્ષણ તથા ઉપદેશ આપવા લાગી. ધીરે ધીરે તેની સાથે સૌ સ્ત્રીઓને ગાઢો સ્નેહ બંધાયો અને ઘણી સ્ત્રીઓએ પાપનો પંથ છોડી દીધો. વાલ્સલ નગરમાં હવે કોઈ એવો પુરુષ નહોતો કે જે દોરા બહેનને નહિ ઓળખતો હોય. એને લીધેજ ઘણી વખત તે દુષ્ટ માણસોથી પ્રાણ બચાવવાને સમર્થ થતી હતી.

વાલ્સલમાં માર્શલેન નામે એક ઘણીજ ખરાબ જગ્યા હતી. એ જગ્યાનું નામ સાંભળતાંજ ભલા માણસો ભય પામતા. પોલીસના સિપાઇઓ પણ ત્યાં જતાં ડરતા હતા.ભગિની દોરા એક દહાડૉ રાત્રે એ જગ્યાએ થઇને આવતી હતી, ત્યારે તેણે જોયું કે, તરેહવાર ધંધાના માણસે એકઠા થઇ માંહોમાંહે મારામારી કરી લેાહીલુહાણ થાય છે. પોલીસના સિપાઈઓ એ તરફ જોતા ઉભા છે, પણ ડરથી તેઓ ત્યાં જવા હિંમત ધરતા નથી. બહેન દોરામાં હિંમતનું કાંઈ પૂછવાનું નહોતું. તે તેમની રક્ષા કરવા માટે ઝટ ગઈ અને એક ઘરના બારણા આગળ ઉભી રહી. સૌએ તેને જોતાંજ ઓળખી અને મારામારી કરનારા શરમાઇ જઇને ખસી ગયા. જેમ માતા પોતાના ખરાબ બાળકને ઠપકો દે છે, તેમ દોરા બહેને તેમને તિરસ્કાર આપ્યો; પૂર્ણ સ્નેહથી બેઉને બે બાજુએ ખસેડ્યા. આ કેવી દુર્જચ શક્તિ કહેવાય ! મારામારી કરનારા એવા તો દુષ્ટ હતા કે તેમને પશુજ કહેવા યોગ્ય ગણાય. એમ કહેવામાં આવ્યું છે કે, દોરા બહેનને પણ જ્યારે આ બે દુષ્ટ માણસને છૂટા પાડવા ગઈ ત્યારે એમ લાગ્યું કે, હું આ બે ઘાતકી પ્રાણીઓમાં ફસાઈ છું ! પરંતુ કેવી હિંમત ! પશુ જેવા મનુષ્યોનો કાન પકડીને એ બાજુએ કર્યા. તેમના મોઢામાંથી એક શબ્દ પણ નીકળી શક્યો નહિ ! આ બળ છે તે ધર્મનું બળ. ધર્મના બળ આગળ પાશવું બળ સર્વદા પરાજય પામે છે.