પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૫
સાધ્વી બહેન દોરા

આવી રીતે તેણે કેટલી વખત પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો તેની ગણત્રી થઈ શકતી નથી. દારૂના પીઠામાં કેટલાક અભાગિયા દારૂ પીને મારામારી કરે છે, માથાં ફોડે છે. બહેન દોરા રાત્રે તે સ્થળે જ છે તેમની રક્ષા કરતી હતી. તે કહેતી હતી કે “જો હું કોઈ માણસને જોઉં કે તે બીજાને માટે પ્રાણ આપવા તૈયાર છે તોજ હું સમજીશ કે, તે બીજાને ચાહે છે. પ્રિય પાત્રને માટે પ્રાણ આપવાને જે આનાકાની કરે છે તેની વળી પ્રીતિ શી કહેવાય ?"

"ગમે તેવાં માણસો નઠારાં હોય પણ તેમના અંતરમાં તો ઇશ્વરનો વાસ હોય છે." ભગિનીનો આ વિશ્વાસ હતો તેથીજ તે લોકસેવામાં પ્રવૃત્ત રહેતી હતી.

રાત્રે આવી રીતે ફરવાથી દોરા માંદી પડી. કેટલાક દિવસ મંદવાડ ભોગવી સાજી થયા પછી તેના મિત્રોએ તેને આમ બહાર ફરવા જવાની મનાઇ કરી. પરંતુ તે બોલી ‘‘તમે કહો છો કે, રાત્રે ફરવાથી હું માંદી પડી હતી, પણ હું કહું છું કે, જ્યારે મારે માટે રાત્રિ આવશે ત્યારે હું એવાં કામ કરવાનો અવસરજ પામીશ નહિ.”

બહેન દોરાનું શરીર ઘણું જ ખરાબ થવાને લીધે ઓગષ્ટ ૧૮૭૮ માં તેને વાલ્સલ નગર છોડવું પડ્યું. તેની જગ્યાએ એક બીજી બહેન નીમાઈ. ઘણો કાળ પરિશ્રમ કરીને સહેજ વિશ્રામ મેળવવાની આશાએ દોરા લંડન અને પારીસ નગરમાં ગઈ; પણ જ્યાં ગઇ ત્યાં કામ કરતી ફરતી હતી. પોતાના વૈદ્યનો ધંધો તો સર્વત્ર ચાલવા લાગ્યો, પરંતુ તેના શરીરમાં રોગે પ્રવેશ કર્યો હતો તેથી દિવસે દિવસે તે દુર્બળ થતી ગઈ. અંતે કામ કરવા તે તદ્દન અશક્ત થઇ ગઇ. લંડનમાં રહેતી ત્યારે તેને ખાંસીનો રોગ ઉત્પન્ન થયો. ઘણા વખતથી દોરાને આ રોગ લાગુ પડેલો, પણ એની પાછળ રોકાય તો કામ થાત નહિ. તેના મિત્રોએ તેને આવા રોગ જોઈ કામ કરવાની મનાઇ કરી. પણ તેણે ન માનતાં જ્યારે ઘણો પરિશ્રમ કરવો ચાલુ જ રાખ્યો ત્યારે મ્યુનિસિપાલીટીના મેમ્બરોએ તેને મદદ કરવા બીજો માણસ રોકવાની ઈચ્છા જણાવી; પણ બહેન દોરા તેથી રાજી થઈ નહિ. બહેન દોરા ઘણું કામ કરી શકતી નથી એ વાત તે કોઇને પણ જાણવા દેવા રાજી નહોતી. ‘‘કટાઈને મરવા કરતાં ક્ષય પામીને મરવું સારું છે” એમ તે કહેતી. લંડન નગરમાં હવે તેનું શરીર ઘણું જ ખરાબ થઈ ગયું. તેના