પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૭
સાધ્વી બહેન દોરા

ઇચ્છા કરું છું તે તમે આખી ઉંમર સુધી પાળવાનો પ્રયત્ન કરજો. તમે ઉન્નતિના માર્ગમાં કાંઈ પણ કામ કરતા નથી; પરંતુ એને માટે આ એક લક્ષ્ય રાખવા ભૂલશો નહિ. તે લક્ષ્ય તે ઈશ્વરનો મહિમા ગાવો અને તેનું નામ ગાવું તે છે. આપણે આપણી પોતાની ઇચ્છા કે શક્તિ મુજબ કામ કરવા આ દુનિયામાં આવ્યાં નથી; પણ પ્રભુનો મહિમા તથા નામ સર્વત્ર પ્રચલિત થાય, અને તેની આજ્ઞા પળાઈ આપણું જીવન ઉન્નત થાય એજ હેતુથી આવ્યાં છીએ. અને એજ આપણું સર્વથી મુખ્ય, લાભદાયક અને મોટામાં મોટું કામ છે.”

આવો ઉચ્ચ ભાવ અને ઉંડા ઇશ્વરાનુરાગ ન હોત તો શું દોરા કદી પણ પર-સેવા માટે સંન્યાસિની થઈ ફરત ? આપણે આંધળાં છીએ તેથીજ આપણા જીવનમાં પ્રભુની લીલા જોઈ શકતાં નથી, અને સંસારમાં કેવળ શૂન્ય ફરીએ છીએ !

રોગની તીવ્ર પીડાથી બહેન દોરાના શરીરને અસુખ વધવા લાગ્યું. જેમ જેમ યાતના અસહ્ય થવા માંડી, તેમ તેમ તે નાના બાળકની પેઠે પરમ સ્નેહથી પ્રભુ રૂપ માતાના ખોળામાં આશ્રય મેળવવા વ્યાકુળ થવા લાગી. તે કહેતી કે, પીડા વધારે થવી સારી છે; કારણ કે જેમ જેમ તે વધે, તેમ તેમ બાળક “મા, મા” કહીને બોલાવે છે. હું પણ હમણાં એ પરમેશ્વરને ખોળે રહેલી છું.

દોરાના મંદવાડમાં એક ચિંતા તેના મનને ક્લેશ આપતી કે “ મારે આશ્રમનુ કામ કોનાપર નાખવું ? યત્ન અને ખંતપૂર્વક કોણ્ કામ કરશે ? ” નવી હોસ્પિટલ તૈયાર થઈ ગઈ હતી. દોરાના કહેવા પ્રમાણે રોગીઆશ્રમનું નામ પાડવામાં આવ્યું હતું. આથી તેના મનમાં ઘણોજ આનંદ થયેા હતો, પણ એ કામ ચલાવી લેનાર ચેાગ્ય પાત્રની ખોટથી તેને અશાંતિ થવા માંડી હતી. આ વેળા તેના એક મિત્ર જે તેની પાસેથીજ કામ શીખ્યો હતો તેણે કહ્યું કે “હું થોડા દિવસ કામ કરવા રાજી છુ.” કમિટિએ આ સમાચાર દોરાને જણાવ્યા તેથી તે ચિંતારહિત થઈ.

બહેન દોરાની ખબર લેવા માટા મોટા ધનવાનો પણ આવતા. તેમની સાથેની વાતચીતમાં તે ઘણો આનંદ દેખાડતી. આપણે સંસારમાં વારંવાર જોઈએ છીએ કે, જે જનસેવામાં લાગેલ હોય છે, જે ભગવાનનો દાસ તથા ભક્ત છે તેના શરીરમાં કેાઈ વાર તે એવો ભયાનક રોગ મોકલે છે કે જે ચાદ આવ્યાથી શરી૨ કંપે છે. જયારે ભગિની દેારા આવા ભયંકર રોગથી પીડાતી