પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
પરિશિષ્ટ

.ત્યારે ઉંચે સ્વરે બોલતી કે “હે પ્રભુ ! તમે ક્યાં છો ? આ રોગની પીડા વેળાએ આપ આપનું પવિત્ર મુખ છુપાવશો નહિ. હું કેવી રીતે આપને જોયા વિના આ ભીષણ યાતના સહી શકુ !”

ઓકટોબર, નવેમ્બર અને ડીસેમ્બર ત્રણ માસ ચાલ્યા ગયા. હવે મરવાનો સમય નજીક આવ્યેા. મૃત્યુની પીડા ધીમેધીમે વધતી ચાલી. હે દયામય ઈશ્વર ! આપનું વિધાન અમે કેમ સમજી શકતાં નથી ? પાણીમાં ડૂબતાં છતાં, આગમાં બળતાં છતાં કે મરુભૂમિની રેતીમાં તપતાં છતાં તેના મુખમાંથી ‘જય દયાળુ ! જય કૃપામય !!” આવા શબ્દ સાંભળી આ૫ રાજી થાઓ છો ? હું જાણું છું કે, આ સંસારમાં એવાં પૂર્ણ વિશ્વાસી નરનારી ઘણાં અલભ્ય છે કે જેઓ સુખમાં તેમજ દુઃખમાં, શોકમાં તેમજ હર્ષમાં સર્વ અવસ્થામાં શાંત રહી તમારો મહિમા જણાવવા શક્તિવાન થાય. એવા ભક્ત સંતાનદ્વારાજ અમે હતભાગી લોકો આપનો પ્રતાપ જાણી શકીએ છીએ.

તા. ૨૪ મી ડિસેમ્બર ૧૮૭૮ને મંગળવારે સવારમાં ભગિની દોરા બોલી “શરીરનું મૃત્યુ હવે પાસે છે.” તે સાંભળી તેના મિત્રે કહ્યું “પરમેશ્વર તમને લેવા માટે વાટ જુએ છે.” એ સાંભળી તરતજ તે બોલી ઉઠી “હું તેને જોઉં છું. તે મને લેવા આવ્યા છે.” તે એવા તો ભાવથી આ વાત કહેતી કે જાણે પ્રભુ પ્રત્યક્ષ આવ્યા હોયની ! થોડી વાર પછી બહેન દોરાએ કહ્યું “હું સંસારમાં એકલી હતી અને એકલી મરીશ. તમે સૌ અહીંથી જાઓ.” પણ કોઈ ગયું નહિ. તે જોઈ ફરીથી તે બોલી કે, ‘‘હું એકલી મરીશ. તમે સૌ જતાં રહો.” લાચારીથી સૌ જતાં રહ્યાં. કેવળ તેની અતિ સ્નેહવાળી એક સ્ત્રી છુપાઈ રહી બારણામાંથી જોવા લાગી. ધીમેધીમે રોગની પીડા શાંત થઈ ગઈ. અઢી વાગે દોરા બહેનનો છેલ્લો શ્વાસ મહાકાશમાં ભળી ગયો !

૭-સમાધિ

વાલ્સલના રહેવાસીઓ ભગિની દોરાનો ત્રણ મહિને પીડામાંથી છૂટકો થયેલો જાણી એક રીતે રાજી થયાં. દોરાના મૃત્યુસમાચાર ફેલાતાંજ દેવળમાં ઘંટધ્વનિ થવા લાગ્યો. સેંકડો માણસો દોરા બહેનનું મુખ જોવા ચોતરફથી આવવા લાગ્યાં; પણ હાય ! કોઈનો મનોરથ પૂર્ણ થયો નહિ. તે કહી