પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૯
સાધ્વી બહેન દોરા

ગઈ હતી કે, વૈદ તથા ઘરની પુરાતન દાસીના સિવાય કોઈએ પણ આ ઓરડામાં આવવું નહિ.

હોસ્સ્પિટલની કમિટીના સભાસદોએ આડંબરથી ભગિની દોરાના મૃતદેહને સમાધિસ્થ કરવા વિચાર જાહેર કર્યો, પણ સાત્વિક પ્રકૃતિની દોરા કહી ગઈ હતી કે, મારા મૃતદેહ ઉપર કોઇ પણ રીતનો આડંબર ન જોઈએ. જે જીવિત અવસ્થામાં આડંબરને ધિક્કારતી હતી, તે પોતાના મૃત શરીરને માટે આડંબર ન કરવા દે એમાં આશ્ચર્ય શું ? તો પણ તેના મનમાં એક ઈચ્છા હતી. તેણે કહ્યું હતું કે ‘‘બની શકે તો મારા જૂના રોગીઓ-ખાણમાં કામ કરનાર મજુરો-મારૂં શરીર ઉપાડી જાય એવી ગોઠવણ કરવી.” જેમણે અંગ્રેજોનાં મુડદાંને લઈ જતાં જોયાં હશે તેઓ સમજશે કે, આડંબરને તે કેટલા બધા ધિક્કારતી હતી. કાળા પોશાકથી વિભૂષિત કરી ઉત્કૃષ્ટ ઘોડાવાળા રથમાં લઈ જવામાં આવતા શબ સાથે તુલના કરતાં મજુરોની ખાંધપર જવું ઘણું જ હીનાવસ્થાવાળું લાગતું; પણ બહેન દોરાએજ જયાં એની મરજી બતાવી ત્યાં કોઇનું ચાલે એમ નહોતું. મજુરો ભગિની દોરાની આ છેલ્લી ઈચ્છા સાંભળી ઘણા ખુશ થયા અને અત્યંત ઉલ્લાસથી વીસેક મજુરો શબ ઉંચકવા તૈયાર થયા.

૨૮મી ડિસેમ્બરને શનીવારે સાંજે પ્રેમની પ્રતિમા દોરા બહેનનો મૃતદેહ સમાધિસ્થ કરવામાં આવ્યો. મુકરર કરેલે વખતે ઘણે દૂરથી મજુરો આવી એકઠા થયા હતા. એ દિવસે રસ્તાના કેાઈ પણ ઘરનાં બારીબારણાં ઉઘાડાં નહોતાં. જાણે સર્વ ઘરો શૂન્ય થઇ સ્વર્ગીય દેવકન્યામાટે શોકથી મ્લાન મુખે રોતાં હોય ! સૌ એકદમ નિરાશ થઈ ગયાં હતાં. છેલ્લે જ્યારે શખ લઈ સૌ સમાધિસ્થાનમાં જવા લાગ્યા ત્યારે આસપાસના સૌ નાના, મોટા, પંડિત, મુર્ખ, પુરુષ, સ્ત્રી, બાળક, બાલિકા સર્વ શોકાતુર ચહેરે ગુપચુપ શાંતભાવથી શબની પાછળ પાછળ જવા લાગ્યાં. કેવો શોકમય દેખાવ ! રસ્તે જતા ગાડીવાન પણ ગાડી થોભાવી તૃણાતુર નયને શબ. તરફ ટગર ટગર જોઈ આંખમાંથી આંસુ પાડવા લાગ્યા. કેટલાક દિવસથી દોરાને રોગથી પીડાતી જોઈ વાલ્સલ નગરમાં જે શોકરૂપી વાદળ ઘેરાઈ રહ્યું હતું તે જાણે સૌનાં હૃદય તપાવીને શોકાશ્રુરૂપે વૃષ્ટિ કરતું હોયની !

ભગિનીના શબને ભૂમિદાહ કરવાની તૈયારી થતી હતી. પુરોહિત