પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિશિષ્ટ

મંત્રોચ્ચારણ કરતા હતા એવે વખતે બીજા ત્રણ દુઃખી મજુરોના મૃતદેહ સમાધિસ્થ કરવામાટે આણવામાં આવ્યા. કે આશ્ચર્યકારક બનાવ ! બહેન દોરા મરણ પછી પણ જાણે દુઃખી ગરીબો સાથે રહેવા ચાહતી હતી ! તે મુડદાને પણ તેની સાથેજ સમાધિસ્થ કરવામાં આવ્યાં..

બહેન દોરાનું સુંદર શરીર પૃથ્વીની ધૂળમાં મળી ગયું. તેની સમાધિના શિલાલેખપર નીચેનું વાક્ય લખ્યું હતું:-

“ બહેન દોરા તા. ૨૮ મી ડિસેમ્બર સને ૧૮૭૮ને દિને શાંતિધામે ગઈ છે.”

૮-પરિશિષ્ટ

તેની હિંમતની જોઇએ તેટલી ખાત્રી મળે છે. એમ કહેવાય છે કે, એક વાર ગાડી ભાડે કરી એક રાત્રે તે ખરાબ મહોલ્લામાં થઈને જતી હતી. ત્યારે એક પાખંડી તેના માથા પર લાકડી મારવા આવ્યો; પણ સદ્ભાગ્યે તેના શરીર પર લાકડી વાગી નહિ. તેથી તે કાંઈ નહિ ડરતાં તેજ રસ્તે આવજા કરવા લાગી. તે કહેતી કે, તેણે બહેનને ઓળખી નથી. શું બહેનને કોઇ પણ મારી શકે ? એક વાર તેને ભય દેખાડવા એક ચોર વાલ્સલના રોગીઆશ્રમમાં આવ્યો, પણ તેથી નહિં ડરતાં બહેને ઉલટો તેને ધમકાવી. આશ્રની બહાર કાઢી મૂક્યો. ચોર તેની હિંમત જોઈ ખુશ થયો અને આશ્રમમાં ખર્ચવા માટે દશ રૂપિયા મોકલી આપ્યા.

રોગીના આરામ માટે પ્રાણ આપવાની જરૂર હોય તો તેમાં પણ તે અચકાતી નહિ. એક વાર એક રોગીની શ્વાસનળીમાં એક પ્રકા૨ને દૂષિત પદાર્થ એકઠો થઈ શ્વાસ બંધ થયો હતો. તે માણસ હોસ્પિટલમાં આવ્યાથી ડોકટરે તેની શ્વાસનળી કાપી અને ભગિની દોરાએ તે જગાપરનો ઝેરી પદાર્થ મોં વડે ચૂસી લીધો. આ ઝેર પ્રાણઘાતક હતું અને દોરા બહેનને આ માટે ઘણુ કષ્ટ વેઠવું પડ્યું હતું.

વાલ્સલ નગરવાસી ગરીબો એના પર જે પ્રેમ રાખતાં તેનાં કેટલાંક પ્રમાણો આગળ આવ્યાં છે; છતાં પણ ચરિત્ર પૂર્ણ કરતાં પહેલાં એ વિષયમાં એક બીજું વર્ણન કર્યા વિના ચાલતું નથી.

બહેન દોરાનું કોઈ સ્મૃતિચિહ્‌ન સ્થાપવાની વાત થઈ ત્યારે એક મજુરે પોતાનો અભિપ્રાય જણાવ્યો કે, મારો એવો મત છે કે બીજી કોઈ જાતનું ચિહ્‌ન ન રાખતાં માત્ર દોરા બહેનની પથ્થરની _ મૂર્તિ આખા કદની જાહેર જગ્યામાં મૂકવી; કેમકે લોકો જ્યારે