પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૧
સાધ્વી બહેન દોરા

પૂછશે કે, આ કોની મૂર્તિ છે ? ત્યારે અમે ગૌરવથી કહીશું કે “એ અમારી બહેન દોરા છે.” દોરા બહેનપર ત્યાંના લોકોની કેટલી બધી શ્રદ્ધા હતી ! દોરાની બાપીકી મિલ્કત ઘણી હતી તે પણ તેણે સત્કાર્યમાં ખર્ચવાની વ્યવસ્થા કરી હતી.

ભગિની દોરાના સંબંધમાં વાલ્સલ અને તેની આસપાસના રહેવાસીઓને મોઢે એવી વાતો સંભળાય છે કે તે ઉપરથી દોરાને તેઓ અલૌકિક જીવ ગણતા હોય એમ જણાય છે. તેની શક્તિ તથા સદ્‌ગુણો જોઈને લોકો એટલા બધા મુગ્ધ થઈ ગયા હતા કે એક અબળા હોવા છતાં, તથા આ સ્વાર્થી સંસારમાં પ્રતિષ્ઠિત અને ધનવાન કુળમાં જન્મવા છતાં પણ તે આવાં અમાનુષીક કાર્યો કેવા રીતે કરી શકે એ તેઓના સમજવામાં આવતું નહોતું, અને તેથી તેઓ દોરાને માનવીતરીકે ગણી જ શકતાં નહોતાં.