પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર૭૬
પરિશિષ્ટ

પારીસ માંથી છૂટી દૂરનાં ગામોમાં આશ્રય લીધો હતો. પારીસમાં સર્વત્ર અશાંતિ હતી. લૂટારાનાંટોળે ટોળાં રાત્રે એકઠાં થઈને લૂંટતાં, અને આગ લગાડેલાં ઘરોમાંથી ધૂમાડાના ગોટે ગોટા ઉઠતા, મુડદાં અહીં તહીં ઠોકરે અથડાતાં, કોઈમાં તેમને દાટવાની પણ હિંમત નહોતી. ત્યાં મરકી ફેલાવવા માટે દુશ્મનો તરફથી તેમને ખાસ રાખવામાં આવ્યાં હતાં.

મરકી પણ ચાલી, માખીઓની માફક માણસો મરવા લાગ્યાં, પારીસ દુકાળ અને ખૂનામરકીનું ભોગ થઈ પડ્યું. મુડદાંના ઢગલે ઢગલાં રસ્તામાં રખડતા અને વરૂઓ દિવસે ગામમાં આવી લઈ જતાં.

અરે ! ફ્રાન્સની સ્થિતિ કેટલી અધમ હતી ! ફ્રાન્સનું લશ્કર એટલી બધી લડાઈઓમાં પરાજય પામ્યું હતું કે અંગ્રેજી લશ્કરની નજરજ માત્ર તેમને નસાડવા માટે પૂરતી હતી.

હું પાંચ વર્ષના થયો, ત્યારે એજીનકોર્ટની લડાઈનાં કાળાં વાદળાંની છાયા ફ્રાન્સ ઉપર પડી. અમારૂ ગામ લૂંટાયુ. મારાં બધાં સ્નેહીઓને અંગ્રેજ સિપાઈઓએ ઘાતકી રીતે મારી નાખ્યાં. જ્યારે અંગ્રેજી લશ્કરની છાવણી ગામની લુંટ પછી ઉપડી ગઇ, ત્યારે રાત લઈ ત્યાંથી હું નાસી છૂટ્યો. મારા બળતા ઘરને જોઈને તે રાત્રે હું જતાં જતાં ખૂબ રોયો. હું એકલો હતો. પાસે થોડાંક મુડદાં પડ્યાં હતાં, ઘવાયેલા લોકો આજુબાજુ આમતેમ પીડા પામતા આળોટતા હતા.

ડોમરેમીના પાદરીને ત્યાં હું નાસી આવ્યો. પાદરીએ મને થોડું ઘણું વાંચતાં-લખતાં શીખવ્યું. આખા ગામમાં અમે બેજ જણ ભણેલા હતા.

ડોમરેમીમાં જોનનાં માબાપ રહેતાં હતાં. જોન, તેના ભાઈઓ અને હું બધાં સાથે રમતાં. સાથીઓમાં અમારે સખીઓ-છાકરીઓ પણ હતી. તેઓ જોનની માફક ગામડીઆઓનીજ પુત્રીઓ હતી. તેમાંથી ઘણીખરી સાધારણ મજુરને પરણી હતી. તેઓ ગરીબ હતી, પણ ઘણાં વર્ષ પછી એવો વખત આવ્યો કે કોઈ પણ અજાણ્યો શ્રીમંત ત્યાંથી પસાર થતો તે આ વૃદ્ધ સ્ત્રીઓને જોન ઓફ આર્કની બાળપણની સહિયરો ગણી તેમને મળ્યા વિના ત્યાંથી જતા નહિ.

જોન ઓફ આર્કનાં બધાં ભાઈભાંડુઓ ખેડુતોનાં સાધારણ છોકરાં જેવાં ભલાં હતાં. તેઓ માબાપની આજ્ઞા માનતાં, અને મોટાં