પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૯
વીર સાધ્વી જોન ઑફ આર્ક

જ મોટો બનાવ છે. ચોતરફથી લેાકો એકઠાં થઈ આજ વિષય ચર્ચાવા લાગ્યાં.

જોનના પિતાએ કહ્યું :– “હવે આમ કેટલીક વાર ચાલશે ? આપણે રાજાને આ વિષે વાત કરવી જોઈએ. આળસમાં નકામો વખત જવા દેવા કરતાં હવે તો કંઈક થાય તો ઠીક.”

એકે કહ્યું :– “અરે ! જુઓની ડ્યૂનો – ઓર્લિયન્સનો બાયલો સરદાર ! શું તમે એને સરદાર કહેશો ? હું એની જગ્યાએ હોઉં તો જોઇ લ્યો કે શું કરું ! ભીરુ સેંટ્રેલીસને જુઓ ! જુઓ પેલા મા હાયરને ! આ બધા બાયલાઓ શું કરી શકવાના છે ? !”

જોન ભવ્ય મુખમુદ્રાથી ઉભી થઈ બોલી :– “આપણા દેશના સરદારો અને અમીરો માટે આવા શબ્દો ઉચિત નથી. તેઓ બિચારા પોતાનાથી બનતું કરે છે; સ્વદેશ માટે લોહી રેડે છે. હું તેઓનાં એક વાર દૂરથી દર્શન કરું તો બસ છે. દૂરથીજ – કારણ કે હું તેની પાસે જાઉં, એટલો હજી મારો અધિકાર નથી.”

જોનના આ શબ્દોથી બધાંનાં મોં લેવાઈ ગયાં.

હંમેશની રીત પ્રમાણે એક દિવસ બધાં ભેગાં થઈ ફ્રાન્સસંબંધી વાત ચલાવી રહ્યાં હતાં.

મારા એક ઓળખીતાએ કહ્યું : “બાજી હવે હાથથી ગઈ છે. હવે ફ્રાન્સ આપણું રહ્યું નથી.”

સામેથી પ્રત્યુત્તર મળ્યો : “ત્યારે તુંજ કેમ લડવા નથી જતો ?”

પેલા છોકરાના એક મિત્રે ઉત્તર વાળ્યો : ‘’એટલું જલદી ? પાંચ વર્ષમાં એ લડાઈમાં જવા જેવડો થશે.”

જોને કહ્યું : “એથી પણ વહેલું.” જોન આ શબ્દો ગંભીર મુદ્રાથી અને ધીમે રહીને બોલી હતી, તોપણ ઘણાએ તે સાંભળ્યા.

“જોન ! તને કેમ ખબર પડી ?” ચારે બાજુથી પ્રશ્ન ગાજી ઉઠ્યો. પણ વચ્ચે એક જણ બોલ્યો : “નહિ, હું તો હજી નાનો છું. હું આ મારા મિત્ર સાથેજ યુદ્ધમાં જઈશ.”

જોને જવાબ વાળ્યો : “નહિ, એમ નહિ બને.” જોનના શબ્દો પાછળથી સાચા પડ્યા.

મેં જોયું તો ખબર પડી કે, જોન પોતે જે બોલે છે, તેથી તે અજાણી હોય તેમ વાત કરતી હતી. મારા સિવાય જોનના શબ્દો બીજું કોઈ સાંભળતું નહિ હતું. જોનના હાથમાં ગુંથણું હતું, તે એમ ને એમ પડ્યું હતું. તેની આંખો ભમતી હતી.