પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૨
પરિશિષ્ટ


“પરમેશ્વર.”

શબ્દ સાદો હતો, પણ એમાં રહસ્ય બહુ ગૂઢ હતુ.

×××××

તેના મગજમાં આવા વિચિત્ર વિચારો ક્યાંથી આવ્યા ? એ પ્રશ્ન બે ત્રણ દિવસ મેં મારા મનને પૂછ્યો. હું તેને ઘેલછા ગણતો. ફ્રાન્સની વિપત્તિઓનો વિચાર કરતાં કરતાં તે બિચારી બાળા ઘેલી થઈ ગઈ હતી. એ સિવાય બીજું તે શું હોય ? એવું મને લાગતું હતું, પણ હું જોન ઉપર મારી આંખ ઠરાવી રાખી એ વિચારોને તપાસતો ત્યારે મારા એ વિચારો તરત ડગુમગુ થઈ જતા. તેની આંખો સ્વચ્છ રહેતી અને તે કોઈ પણ જાતના લવારા કરતી નહિ. તેનું ચિત્ત ભ્રમણામાં નહોતું. ઉલટી તેની બુદ્ધિ તો ગામમાં શ્રેષ્ઠ ગણાતી. તે ઘણી સરસ યોજનાઓ ઘડી શકતી. વળી તેની પરોપકારવૃત્તિ પણ એવી જ તેજસ્વી રહેતી. તે ગરીબોની સેવા કરતી, અતિથિને અન્ન આપતી, વટેમાર્ગુને પોતાનો ખાટલો ઢાળી આપી પોતે નીચેજ સૂતી. જોનનું જીવન બહુજ ગૂઢ હતું. એને ગાંડી કેમજ ગણી શકાય ?

હવે આ બાબતની ચાવી મારા હાથમાં આવી. જોનની પ્રેરણા માટે તમે આખી દુનિયાને વાત કરતી સાંભળી હશે, પણ મેં તો બધું નજરોનજર જોયું છે.

એક વખત ખડકની ટોચ ઉપર થઈને હું જતો હતો. આસપાસ ઘાડું જંગલ હતું. જે વૃક્ષ વિષે પહેલાં મેં તમને કહ્યું છે તે વૃક્ષ આ સ્થાન પર હતું. મેં તેના ઉપર મારી નજર નાખી – અને થોડાં પગલાં પાછો હટી ઘટામાં છુપાઈ ગયો. કારણ કે મેં ત્યાં જોનને આવતી જોઈ. હું તો માત્ર “હાઉ !” કરીને તેને બીવડાવવા ત્યાં સંતાયો હતો; પણ એવી રમતને બદલે જગતના ઇતિહાસમાં કાયમ રહે, એવો બનાવ ત્યાં બન્યો.

દિવસ જરાક સૂનો સૂનો લાગતો. તે વૃક્ષ ઉપર ઝાંખો મનહર છાંયડો પડતો હતો. જોન વૃક્ષનાં મૂળિયાં ઉપર બેઠી હતી. તેના બન્ને હાથ ખોળામાં હતા. માથું જમીન તરફ હતું. વાળ છૂટા વીખરાયેલા હતા. જાણે તે બહુ વિચારમાં હોય અને સ્વપ્નસૃષ્ટિમાં વિચરતી હોય, એવું મને લાગ્યું; પણ એવામાં મેં એક આશ્ચર્ય જોયું. એક સફેદ છાંયડો વૃક્ષ તરફ ધીમે ધીમે આવતો હતો. વળી તે પાંખોથી વધારે ભવ્ય લાગતો હતો. તેની સફેદી આ પૃથ્વીમાં