પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૩
વીર સાધ્વી જોન ઑફ આર્ક

દેખાતી કોઈ સફેદી જેવી નહોતી. જાણે શરીરમાં વિજળી ભભૂકતી હોય, તેમ તેના શરીરમાંથી તેજનાં અસંખ્ય કિરણો ફૂટતાં હતાં. આ તેજ એટલું બધું પ્રકાશિત હતું કે તેને જોતાં જોતાં મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં.

વળી બીજું એક આશ્ચર્ય એ હતું કે તે તેજ આવ્યું કે બધાં પક્ષીઓ મધુર સ્વરથી ગાવા મંડી ગયાં. જ્યાં ત્યાં આનંદ અને હર્ષ પ્રસરવા લાગ્યો. જાણે ભક્તિભાવમાં આખી દુનિયા ડૂબી જતી હોય એમ લાગ્યું. પક્ષીઓનો નાદ સાંભળ્યો કે જોન પગે લાગી.

જોને હજી તે છાંયડાને જોયો નહોતો. આ છાંયડાના આવાગમનની ખબર તેને પક્ષીઓના ગીત ઉપરથી પડી હશે એમ મને લાગ્યું. જો એવું હોય તો આ દૂત કંઈ પહેલી જ વાર તેની પાસે આવ્યો નહોતો.

એ છાંયડો ધીમે ધીમે જોન પાસે આવ્યો. તેના પ્રકાશમાં જોનની મુખમુદ્રા ઘણીજ સુંદર અને અલૌકિક લાગતી હતી. સર્વત્ર એવું તેજ પ્રગટ્યું હતું કે તેની કલ્પના પણ ન થઈ શકે.

જોન ઉભી થઈ, નમન કર્યું અને અદબ વાળીને ઉભી. ઉંડી એકાગ્રતાથી એ કંઇક સાંભળતી હોય, એમ લાગતું હતું, પણ મને એમાંથી એક પણ શબ્દ કાને પડ્યો નહિ. પછી કોઈ મોટા ઉંચા દેખાવ ભણી જોતી હોય, એમ જોને એકદમ આકાશ તરફ માથુ ઉંચક્યું, હાથ ઉંચા કર્યા અને કંઇક યાચના કરવા લાગી. અને તેમાંથી થોડાક શબ્દો સંભળાયા :—

“અરે હું કેટલી બધી નાની છું ! એટલી નાની કે ઘરથી પણ હું બહાર નીકળી શકું નહિ. હું પુરુષો સાથે કેમ વાત કરી શકીશ ? તેમની સાથે મિત્રાચારી કેમ બાંધી શકીશ ? સામાન્ય પુરુષો સાથે હોય તો તો જાણે ઠીક, પણ સૈનિકો સાથે ! અરે ! મારે તેમના તરફથી કેટલું અપમાન, કેટલો ધિક્કાર વગેરે ખમવું પડશે ? યુદ્ધમાં હું કેમ જઈશ ? લશ્કરોની સરદારી કેમ લઈશ ? હું આવી નાની છોકરી – બધી વાતોથી અજ્ઞાત, તે ઘોડા ઉપર સ્વારી કેમ કરી શકીશ; તથાપિ જો હુકમજ હોય તો —”

હવે તેનો સાદ ગળગળો થઈ બેસી ગયો. પછી થોડાંક ડૂસકાં સંભળાયાં. બીજા શબ્દો મને સમજાયા નહિ. પછી પ્રભુની ગૂઢ વાતોમાં હું માથું મારૂં છું, તેની શું શિક્ષા થશે, એનો મેં વિચાર કર્યો. મને બીક લાગી અને છેટો ચાલ્યો ગયો. આ સ્વપ્ન છે કે