પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
મહાન સાધ્વીઓ

એ પછી જ્યારે અઢાર રોટી પાછી આવી, ત્યારે મને એમજ લાગ્યું કે આમાં મોકલનારની ભૂલ થઈ છે, તેથી પાછી મોકલી. પછી બે નવી રોટી ઉમેરાઈને આવી, એટલે દશગણી થઈ રહી.”

કેવો અટલ પ્રભુવિશ્વાસ !

(૬)

સુફિયાન નામના એક સાધુએ એક દિવસ રાબેયાને પૂછ્યું કે “આપને શું ખાવાની ઈચ્છા છે ?”

રાબેયા- ‘‘સુફિયાન ! તમે જ્ઞાની પુરુષ છો; છતાં આવી વાત કેમ પૂછો છો ? દશ વર્ષ થી સારૂં ખજુર ખાવાની ઇચ્છા છે. તમે જાણો છે કે, આ બસરામાં ખજુર પુષ્કળ થાય છે, તોપણ આજસુધી મેં તે ચાખેલ નથી. હું રહી તેની દાસી ! દાસીને વળી પોતાની ઈચ્છા કેવી ? મારી જે પણ ઇચ્છા મારા પ્રભુની ઇચ્છાવિરુદ્ધ હોય તો પછી તે જરૂર અયોગ્યજ છે, ત્યાજય છે.”

* **