પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૨
પરિશિષ્ટ


લોકો જાગવા લાગ્યા; નિરાશ થયા હતા તે ઉઠ્યા. વોકેલિયરની વસ્તી વધવા લાગી. મુસાફરોએ અને જાત્રાળુઓએ જોનના દિવ્ય સંદેશાની ખબર આખા દેશમાં ફેલાવી. ડોમરેમી પણ વિસ્મિત થયું. “શું આ અદ્દભુત બાલિકા અહીંજ રહેતી હતી, છતાં અમે તેને પરખી ન શક્યા ?” એમ તેઓના હૃદયમાં પશ્ચાત્તાપ થવા લાગ્યો. જેની સાથે દેવોએ વાતો કરી છે, તે બાલિકા સાથે વાત કરવા દિવસે દિવસે લોકો ઉભરાવા લાગ્યા, વીશીઓ મોંઘીઓ થઈ ગઈ તોપણ લેાકો વધવાજ લાગ્યા. જોનના ભાઈ અને બહેનનું માન પણ બધે વધી પડ્યું.

જોનના ભાઈઓએ જોન ખુશી પડે એમ કરે, એવી તેઓનાં માબાપ પાસેથી સંમતિ લીધી. આથી જોનનો ઉમંગ વધ્યો અને તેણે એક વખત ફરીથી સુબા પાસે જવા હિંમત કરી, પણ તેની હઠ હજી કાયમજ હતી. તેણે જોનને રાજા પાસે મોકલવા ના પાડી. આથી જોનને ખોટું લાગ્યું, પણ તે નિરાશ ન થઈ. તેણે કહ્યું કે “હજી હું બીજી વખત આવીશ. યુવરાજ પાસે જવામાં મારા પગનાં તળિયાં ઘસાઈ જાય, તો તેમ કરીને પણ મારે જવું જ જોઈએ.”

હું અને તેના બે ભાઈઓ તેની સાથે હંમેશાં રહેતા હતા. અમને લોકો પાસેથી ઘણું સાંભળવાનું મળતું. એક વખત ફ્રાન્સનો અધિકારી મેટઝ જોન પાસે આવ્યો. તેણે નાના બાળક સાથે વાત કરતો હોય, તેમ રમતમાં ને રમતમાંજ વાત કરવી શરૂ કરી:–

“વારૂ, તું અહીં શું કરે છે? શું અંગ્રેજ લોકો ફ્રાન્સનું રાજ્ય લઈ લેશે ?”

રોજની શાન્ત અને ગંભીર છટાથી જોને ઉત્તર વાળ્યો:—

“સુબાએ મને યુવરાજ પાસે મોકલવીજ જોઈએ, પણ તે મારું કહ્યું નથી માનતો.”

“અને તારી હઠને પણ ધન્ય છે; એક વર્ષ થયું, છતાં તારી ઈચ્છા તેં નથી છોડી.”

જોને શાન્તિથીજ પ્રત્યુત્તર દીધો કે “હું ઈચ્છાઓ કરતી નથી. હું તો ઠરાવ કરું છું. હું ધીરજ ધરીશ. તેણે મારો વિચાર અને મારો ઠરાવ નથી સ્વીકાર્યો, પણ તે આધીન થશેજ.”

“પણ આપણે એમ ચોક્ક્સ તો કેમ જ કહી શકીએ ?”

“કેમ નહિ ? ના પાડવી એ કંઇ તેની પસંદગીની વાત નથી.”

એ અધિકારીનું મોં લેવાઈ જઈ ગંભીર બન્યું. જોનના