પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૬
પરિશિષ્ટ

અમે આખી જીંદગીમાં અનુભવી નહોતી.

સાંજ પડ્યે જોને અમને તપાસ્યા. તેણે પછી અમારા પ્રત્યે નાનું સરખું ભાષણ કર્યું અને કહ્યું કે, યુદ્ધો ઘાતકી અને ઘોર હોય છે; પરંતુ એમાં પણ જો દયા અને પવિત્રતા જાળવી રખાય તો તેની ક્રૂરતા ઘણી ઓછી થઈ જાય. પછી તેણે અર્ધા કલાકસુધી શિખાઉઓને કવાયત આપવા હુકમ કર્યો. આનું એટલું સરસ પરિણામ આવ્યું નહિ, પણ હમણાં તો એ ઠીક હતું. જોન પોતે કવાયત કરતી નહિ, પણ ઘોડા ઉપર બેસી રહી તે યાદ કરી રાખતી. તેની સ્મરણશક્તિ એટલી તો અજબ હતી કે તે કંઈ પણ ભૂલતી નહિ.

પછી અમે અમારી કૂચ ચાલુ કરી. રસ્તામાં અમારે ઠંડા પાણીનાં નાળાં ઓળંગવાં પડતાં. બધે બરફ પડેલો હોવાથી અમારે ભેજવાળી જમીનમાં મુસાફરી કરવી પડતી. અમે થાકથી અને હાડમારીથી નબળા પડતા ગયા; પણ જોન અડગ રહી. તેની છટા અજબ હતી, તેવુંજ અજબ તેનું આત્મબળ હતું. અમારે જો થાકજ વેઠવો પડતો હોત, તો હું આ મુસાફરીને કંટાળારૂપ ગણત નહિ; પણ અમે ફ્રાન્સની મદદે નીકળ્યાં છીએ, એવી ખબર થોડા વખતમાં ચારેબાજુ પ્રસરી ગઈ હતી, અને તેથી શત્રુઓએ અમારા ઉપર છુપા હુમલા કરવા માણસો જ્યાં ત્યાં રાખ્યાં હતાં.

વળી અધુરામાં પૂરું જોનની અજાયબ જેવી શક્તિ જોઈને અમારા રસાલામાંના કેટલાક માણસોએ તેને ડાકણ ગણી કાઢીને તેની સામે કાવત્રું રચ્યું. માણસોને આંખો હોવા છતાં તેઓ ઘણી વાર આંધળા હોય છે. જોનને ડાકણ ગણવામાં તેમને ઘણાં કારણ હતાં. એ લોકોએ સ્ત્રીઓને હંમેશાં રાત્રિદિવસ ખેતરમાં હળ ખેડતી જોઈ હતી. વળી સત્તર વર્ષની છોકરીમાં આવી હુંશિયારી કેમ આવી શકે ? વળી તે કંઈ શીખી પણ નહોતી. આ પુરુષો સ્ત્રીઓને પશુજ લેખતા હતા. તેઓ બિચારા શું કરે ? તેઓ તો માત્ર પોતાના અનુભવને વશ થઈ વર્તતા હતા. શરીર નાજુક હોય, પણ આત્મા સબળ હોય તો શું શું સાધી શકાય છે, એ વાત એ લોકો જાણતા નહોતા; તેથી તેઓએ જોનને મારી નાખવા વિચાર કર્યો. પણ આ કાવત્રું જલદી પકડાઈ ગયું. અમારામાંના કેટલાક માણસોએ જોનની એવી રજા માગી કે આ લોકોને ફાંસીએ ચઢાવવા; પણ જોને એ નામંજુર કરી કહ્યું કે “ જ્યાં સુધી મારું કામ પૂરૂં નથી થયું, ત્યાંસુધી કોઈ પણ મારી જીદગી લઈ શકે એમ