પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



साध्वी झुबेदा खातुन




સાધ્વીઓમાં ભૂષણરૂપ આ રમણી ઝુબેદા ખાતુન જગપ્રસિદ્ધ ખલિફા હારૂન - અલ - રશિદની પત્ની અને ખલિફ - અલ - મન્સુરના પુત્ર અબુ જાફરની પુત્રી હતી. એ પરમ સદ્‌ગુણી, પવિત્ર અને પરોપકારી બાઈ હતી. પરણતાં પહેલાંની કુંવારી જીંદગી તેણે પારકાંઓનું દુ:ખ ટાળવામાંજ ગાળી હતી. સવારથી માંડીને એ છૂટે હાથે ગરીબોને ધન વહેંચતી હતી. ઝુબેદાની એ સખાવતની વાતો નગરવાસીઓને મુખે ઘેરે ઘેર ગવાતી.

એ પરોપકારી દેવીને જીવનની શરૂમાં ઘણી જાતનાં દુ:ખ પડ્યાં હતાં. ઝુબેદા સમજણી થઈ એટલામાં તેનાં માતપિતા સ્વર્ગવાસી થયાં. એને બે મોટી બહેનો હતી. ત્રણે બહેનોએ પિતાનું ધન વહેંચી લીધું અને એ ધનવડે રેશમનું એક મોટું કારખાનું ઉઘાડ્યું. એ કારખાનામાં એટલો બધો નફો થયો કે થોડા દિવસો માંજ એ ધનવાન માલીક બની ગઈ.

ઝુબેદાની બંને બહેનો પોતપોતાના ભાગનું ધન લઈને પરણી ગઈ અને તેમણે જૂદો સંસાર માંડ્યો; પણ ઝુબેદાને સંસારપ્રત્યે અણગમો હતો. ઘણાએ ધનાઢ્ય, આબરૂદાર અને સુંદર યુવકોએ તેને માટે માગાં મોકલ્યાં; પણ તેઓના મનોરથ પૂરા ન પડ્યા. ઈશ્વરની ઉપાસના અને પુણ્યદાનમાંજ ઝુબેદાને આનંદ અને સંતોષ થતો હતો.

થોડા દિવસ પછી તેની બંને બહેનોને એમના પતિઓએ કાઢી મૂકી અને તેઓ ઝુબેદાની પાસે આવીને રહી. ઝુબેદાએ તેમને માતા સમાન ગણીને ભક્તિપૂર્વક પોતાના ઘરમાં રાખી.

થોડા દિવસ પછી ઝુબેદાને વિચાર થયો કે, જમીનને રસ્તે તો ઘણો વેપાર કર્યો, હવે જળમાર્ગે વેપાર કરવો જોઈએ. સહેલની સહેલ થશે અને કમાણી પણ સારી થશે. એક સુંદર વહાણ માં વેપારની વસ્તુઓ ભરીને તેણે પેરિસ નગર તરફ હંકાર્યું. એ