પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૯
વીર સાધ્વી જોન ઑફ આર્ક

પણ માર્ગ નહાતો કાપ્યો, એટલામાં તો અમારા ઉપર શત્રુઓ તૂટી પડ્યા; પણ હવે અમારાં માણસો વધ્યાં હતાં. વળી અમે થોડીઘણી યુદ્ધકળા પણ શીખ્યાં હતાં. જોને હુકમ કર્યો કે તુરતજ અમે તેના ઉપર ધસી જઇ તેઓને વીખેરી નાખ્યા. આ અમારા ઉપર છેલ્લો હુમલો હતો, અને ઘણું કરીને તે રાજાનાજ પક્ષના ઈર્ષાખોર પુરુષો તરફથી કરવામાં આવ્યો હતો.

અમે એક ધર્મશાળામાં ઉતારો લીધો. લોકોનાં ટોળેટોળાં જોનને જોવા મળ્યાં. અમે જોનના તાબેદાર સેવકો માફક માત્ર છેટેજ ઉભા રહેતા; પણ જોન અને અમે કંઈ પણ સંગીન કામ કર્યા સિવાય આવી નકામી નાની બાબતોથી કંટાળી ગયા હતા. અધુરામાં પૂરું અમારો કાગળ તો પહોંચ્યો, પણ રાજાએ અમારા માણસોને મળવાની ના પાડી. આમાં રાજાનો કંઈ વાંક નહોતો, પણ તેના મંત્રીએ પોતાની સત્તા જવાની બીકથી રાજ્ય પાયમાલ થાય તો પણ તેને કોઈ પણ બાબતની ખરી બાતમી પહોંચાડતા નહિ. રાજા પાસે કંઈ લશ્કર નહોતું; તીજોરી પણ ખાલી થઈ ગઈ હતી અને રાજા પોતે પણ પોતાના માણસોની સત્તા નીચે હતો. કેટલાક પ્રમાણિક રાજયભકતો રાજાને સાચે માર્ગે દોરવા પ્રયત્ન કરતા, પણ તેમાં આ લોકોનાં કારસ્તાનથી કંઈ વળતુ નહિ.

જોને જ્યારે આ બધો ઇતિહાસ સાંભળ્યો, ત્યારે તે બોલી કે “વાત તો દયા ખાવા જેવી છે, પણ પ્રભુ બધું સારૂં કરશે.”

“અમે એ લોકોને જે કહીએ છીએ તે તેઓ માનતા નથી. ‘એક અજ્ઞાન ખેડુતની છોકરી લડવા કેમજ નીકળી શકે ?’ એવું કહી રાજાના મંત્રીઓ હસે છે અને અમારી મશ્કરી કરે છે.”

“જ્યારે પ્રભુ લડે છે, ત્યારે તેની તરવાર વીંઝતો હાથ નાનો હોય કે મોટો હોય એ વાત જરાય અગત્યની નથી, પણ વારૂ, શું આપણા ઉપર કોઈની મહેરબાની નથી ?”

‘‘હા એકની છે. રાજાની સાસુ ડાહી છે; બધું જાણે છે. તેણે અમારી સાથે વાત કરી હતી. તે રાજાના બધા ખુશામતીઆઓને ધિક્કારે છે. અમે જ્યારે તેની સાથે વાત કરી, ત્યારે તેણે અમને ઘણા પ્રશ્ન પૂછ્યા. તેણે કહ્યું કે, દુશ્મનોને મારી હઠાવતી અને કંઈ પણ સાધન વિના માત્ર પેાતાનીજ શક્તિથી જીતતી આ ખેડુતની અજ્ઞાન નાની છોકરી કદાચ પ્રભુ તરફથી નહિં આવતી હોય તોપણ શું થયું ? હું તો પ્રભુ તરફથી એ આાવે છે,