પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૫
વીર સાધ્વી જોન ઑફ આર્ક

પેાતાનો રસાલો આપ્યો. દરમિયાન જોન રાજાની મુલાકાત લે છે, એવી વાત બધે પ્રસરી ગઈ અને તેનું દર્શન કરવા લોકોની એટલી બધી ઠઠ જામી કે અમને અમારો રસ્તો કરવો મુશ્કેલ પડ્યેા. ખુશાલીને લીધે ધક્કામુક્કી એટલી તો વધી પડી હતી કે પાણીનાં મોજાં જેવી લોકોની ભરતી અમારા તરફ ઉછળતી હતી.

(૬)

રાજાનો ભેદ જોને કહ્યું, તેથી રાજાને સુખ થયું. તે માનતો હતો કે જોનને પ્રભુ તરફ્થી મોકલવામાં આવી છે; પણ કાવતરાખોરોએ કામ સીધું ન ઉતરવા દીધું. તેઓએ શક ઉઠાવ્યો કે, જોનને કદાચ સેતાનની મદદ હશે તો ?

રાજાનો ટુંકો આત્મા આથી ભોળવાયો. તેને ઘણી બીક લાગી અને છેવટે જોનની તપાસ કરવા માટે એક ધર્મ મંડળ નીમ્યું.

એક દિવસ એલેન્કોનનો ડ્યૂક જોનને મળવા આવ્યો. તે રાજાનો પાસેનો સગો થતો હતો. જોને તેની સાથે થોડીક વાતચીત કરી. એટલામાં તો તેઓ બંને મિત્ર થઈ ગયાં. બીજે દિવસે જોને રાજા સાથે પ્રભુપ્રાર્થના કરી, અને ભોજન લીધુ. રાજાને જોનની સંગત ઘણી ગમતી. તેની સાથે વાતચીત કરવામાં તે આનંદ માનતો. રાજાના હજુરીઆ રાજાના કાન ભંભેર્યા કરતા, પણ જોનનો સ્વભાવ પ્રભુપરાયણજ રહેતો. કેમકે તેનામાં સ્વાર્થનો કંઇ પણ અંશ નહોતો, આગળ તો ખુશામતીઆ રાજા ને ખુશી કરવાનાજ ઉદ્દેશથી “હાજી હા” ભણતા, અથવા વાતો કરતા તે પણ પોતાનું કૂડકપટ છુપાવીને કરતા. જોન તો પોતાના મનમાં જે કાંઇ હોય તે રાજાની પરવા રાખ્યા વગર કહી દેતી, તેથી રાજાને જોન સાથે બહુ ગમ્મત આવતી.

જમ્યા પછી જોન પોતાના ઘોડા ઉપર બેસી કવાયત કરતી હતી, અને રાજા ને ડ્યૂક તે જોતા હતા. રાજા જોનની કવાયત જોઈ એટલો બધો ખુશ થઈ ગયો કે તેણે તેને એક પાણીદાર ઘેાડી બક્ષીસ આપી.

ધર્મમંડળ આવીને દરરોજ જોનને સવાલ પૂછતું, પણ જોન પાતાને મનગમતાજ સવાલોના જવાબ આપતી. આથી ધર્મમંડળે શંકા ઉઠાવી કે, તે પ્રભુ તરફથી કે સેતાન તરફથી આવી છે, તે નક્કી કરી શકાય નહિ; અને તેથી પદ્ધતિસર બધી માહિતી મેળવવા યુનિવર્સિટીના વિદ્વાનોને નીમવા જોઈએ. હવે અમારે પોઇટીઅર્સ