પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૭
વીર સાધ્વી જોન ઑફ આર્ક

ઉપર થયેલી અસર જોઇ ખુશી થયા, પણ જોન શાંતચિત્તે બેઠી હતી. તેના શબ્દોમાં જરાપણ મુંઝવણ કે વ્યગ્રતા નહોતાં.

“જે તેની મદદ ચાહે છે, તેને તે મદદ કરે છે. ફ્રાન્સના વીરપુત્રો લડશે, અને તે તેઓને વિજય આપશે.”

ચારે તરફથી શાબાશ ! શાબાશ ! એવા પોકારો ઉઠ્યા અને પેલા વિદ્વાનનું મોં લેવાઈ ગયું.

એક દિવસ તો એથી પણ અઘરા સવાલ તેને પૂછાયા:–

“ત્યારે તમારા ફિરિસ્તાઓ કયી ભાષા બોલે છે?”

“ફ્રેન્ચ.”

“શું ખરેખર ! તેઓ શુદ્ધ ફ્રેન્ચ બોલે છે ? ફ્રેન્ચ પણ તેઓ ભણે છે ?”

“હા, ઘણી સારી રીતે.”

“તમારા પોતાનાથી પણ સારી રીતે ?”

“તે હું કહી શકતી નથી, પણ તમારાથી તે વધારે શુદ્ધ તેઓ બાલે છે.”

ચારે બાજુથી આનંદ આનંદના અવાજો ઉઠ્યા. પરીક્ષા આગળ ચાલી:–

“તમને પ્રભુમાં શ્રદ્ધા છે ?”

“તમારાથી વધુ.”

“ત્યારે તમે તમારી દિવ્યતાની કંઈ નિશાની આપશો ?”

“મને ઓર્લિયન્સ મોકલો, ને પછી તે નિશાની તમે જોશે.”

જોનની આંખમાં અગન ઝરતી હતી. લોકોએ જોનને વધાવી લીધી. જોન શરમાઈને બેસી ગઈ, કારણ કે તે લોકોમાં પ્રખ્યાત થઈ હતી; તેનો વિજય થયો હતો. તે કોઈ દિવસ ફૂલાઈ જતી નહિ. પણ વિજય મળ્યે શરમાતી.

જોનનો ઉપલો ઉત્તર બધા ઇતિહાસમાં પ્રખ્યાત થઈ રહ્યો. બહુ અણગમો ઉત્પન્ન થતો ત્યારે તે કહેતી કેઃ–

“જુઓ, પ્રભુનો ગ્રંથ તમારાં બધાં થોથાં કરતાં ઉત્તમ છે; અને મારો આશય એ છે. હું તમને બધા વિદ્વાનોને કહું છું કે, તમે એ પ્રભુના ગ્રંથમાંથી એક અક્ષર પણ ઉકેલી શકતા નથી.”

અમારે ઉતારે જોન સાથે ચર્ચા ચલાવવા ઘણા વિદ્વાનો અને સાક્ષરો આવતા. આ સર્વ વિદ્વાન પુરુષો ઉપર જોનની જાદુઈ અસર થતી. તેના આ ગુણ કોઈ સમજાવી શકતું નહિ અથવા