પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૮
પરિશિષ્ટ

જતું નહિ. બધા કબૂલ કરતા કે, એને પ્રભુએ મોકલી છે.

આખો દિવસ જોન કોર્ટમાં જે જે બોલે, તેને કાયદાઓ લાગુ કરવામાં આવતા. જોનથી ઘણું કાચું પણ કતરાતું; પણ રાત્રે જ્યારે તે ખાનગી સભા ભરતી, ત્યારે જોન ન્યાયાધીશ હતી અને તેના ન્યાયાધીશો તેનો હાથ નીચે હતા. જોનને પોતાનું કાર્ય સફળ કરવા રાત્રિદિવસ મહેનત કરવી પડતી.

છેવટે જોનનો પક્ષ વધ્યો, અને લોકોમાં તેની લાગવગ પણ વધારે થઈ. ન્યાયાધીશોએ પોતાનું કામ છોડી દેવું પડ્યું. બીજે દિવસે તેઓએ આવો ચૂકાદો આપવા હુકમ કર્યોઃ–

“કુમારિકા જોન પ્રભુના ધર્મમાં છે, અને તેને પ્રભુની વિરુદ્ધ કોઈની પણ સહાય નથી; તેથી રાજાએ તેની માગણીને માન આપી તે જે મદદ માગે છે, તે તેને આપવી જોઈએ. જો રાજા તેની માગણી નાકબૂલ કરશે, તો પ્રભુને નાખુશ કરવા જેવું થશે. જો તે પ્રભુને નાખુશ કરશે, તો પ્રભુની તેના ઉપર ખફા મરજી ઉતરશે.”

કોર્ટ ઉઠી અને ચારે તરફથી આનંદના પોકારો ગાજ્યા. લોકોએ અભિનંદન આપવા જોનને ઘેરી લીધી, અને કેટલીક વાર સુધી તો મેં તેને એ ભરતીમાં દીઠી પણ નહિ.

(૭)

આ માટો દિવસ હતો.

અમે જીત્યા હતા. કાવત્રાખોરાનાં કાવત્રાં ધૂળમાં મળ્યાં હતાં. અમારી ખરી પ્રવૃત્તિ તો આજ થી શરૂ થઇ. નિસ્તેજ ફ્રાન્સ તેજસ્વી બની ઝળકવા લાગ્યું. જોનનું નામ સાંભળી ઉમંગ વગરના લોકોમાં હિંમત આવી. તે તેના વાવટા નીચે લડવા તૈયાર થવા લાગ્યા. વીરત્વનાં ગીતો અને રણસંગીત જ્યાં ત્યાં સંભળાવા લાગ્યાં. અમે બાલ્યાવસ્થાના દિવસો ડોમરેમીમાં ગાળ્યા હતા તે વખતનાં જોનનાં વચન મને યાદ આવ્યાં :—

“રણશિંગાં તેમને એકઠા કરશે; તેઓ એકઠા થશે અને કૂચ કરી જશે !”

એમ કહેવામાં આવે છે કે, વિપત્તિઓ આવે છે, ત્યારે એકલી નથી આવતી. એવી જ રીતે સંપત્તિ પણ એકલી નથી આવતી. અમારી અવદશાની રાત્રિ આજ આથમી ગઈ અને સદ્દભાગ્યનો સૂરજ ઉગ્યો. પુરુષનો પોશાક પહેરી સ્ત્રી લડવા નીકળે, એ ધર્મ તરફનો વાંધો હતો. હવે એ વાંધો પતી ગયો. મોટા મોટા વિદ્વાનોએ