પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૦
પરિશિષ્ટ

સાંભળ્યું હોય એવા ગામમાં જોન ઉછરી હતી. તે તદ્દન અજ્ઞાન હતી. હતી તે કક્કો પણ શીખી નહોતી. હા, તે નાજુક અંગની બાલિકા હતી – અબળા હતી, તે પણ અચળ નિશ્ચયથી ધારેલો મનોરથ તેણે પરિપૂર્ણ કર્યો હતો. તેની લોકોમાં લાગવગ નહોતી. તેણે પાર પાડેલું કામ મહાભારત હતું. સીઝરે દુનિયા જીતી, પણ રોમનું ચુનંદામાં ચુનંદુ લશ્કર તેની પાસે હતું. ઉપરાંત તે પોતે પણ મહાન લડવૈયો હતો. નેપોલિયને યુરોપખંડ ધ્રુજાવ્યો, પણ તેના હાથ નીચે લાખો સ્વદેશાભિમાની યોદ્ધાઓ હતા. વાચક ! તું વિચાર કર. કુમારી જોને સીઝર કે નેપોલિયનથી પણ મોટું પરાક્રમ કર્યું હતું. સત્તર વર્ષની ઉંમરે કંઈ પણ લાગવગ સિવાય તે સેનાધિપતિ થઈ હતી. સત્તર વર્ષની વયે લશ્કરની સરદારી લઈ રણસંગ્રામમાં કોઈએ ઝૂમી અચળ કીર્તિ મેળવી હોય, તો એકમાત્ર જોનનોજ દાખલો દુનિયાના ઈતિહાસમાં મોજુદ છે.

મને આ બધું વિચિત્ર લાગતું હતું; વિચિત્ર હતું, તોપણ સત્ય હતું.

જોનનું અધિકારી તરીકેનું પહેલું કામ ઓર્લિયન્સના અંગ્રેજ સરદારને કિલ્લો ખાલી કરી ફ્રાન્સ બહાર ચાલી જવા ફરમાવવાનું હતુ. આ કાગળ બ્લોઈથી રવાના કરવાનો હતો. હવે માણસો, ખોરાક, પૈસા વગેરે ખૂબ ભરાવા લાગ્યું. બ્લોઈ હવે નવા લડવૈયાઓને દાખલ કરવાનું અને અમારો ભંડાર રાખવાનું મુખ્ય સ્થાન થયું.

દરમિયાન તેનું બખ્તર અને તેના વાવટા તૈયાર થઈ ગયા હતા.

ટૂર્ઝ ગામમાં ધમાલ મચી રહી હતી. જરા જરામાં ઘેાડાના ખોંખારવ સંભળાતા, રણસંગીત ગાજતું અને યોદ્ધાઓની ફૂચના અવાજ ઉઠતા. જ્યાં ત્યાં વીરગાન સંભળાતાં, ગામ અજાણ્યાથી ભરાઈ જતું, રસ્તાઓ અને ધર્મશાળાઓ ભરેલાંજ રહેતાં અને ઠેકઠેકાણે પ્રફુલ્લતા પ્રસરતી. જોનનું દર્શન કરવા લાખો માણસો આવતાં, પણ તેને પોતાના કામમાં એટલું બધું ગુંથાઇ રહેવું પડતું, અને એટલા અમીર-ઉમરાવોને મુલાકાત આપવી પડતી કે તે કોઈ દિવસ નવરીજ થતી નહોતી.

અમે બ્લોઈમાં ત્રણ દિવસ રહ્યા. અહા ! શું તે છાવણીનો દેખાવ ! જ્યાં જોઈએ ત્યાં અવ્યવસ્થા. સિપાઈઓ દારૂ પીતા, પોકારો પાડતા અને જેવા આવે એવા કસમ ખાતા. વળી જ્યાં