પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૩
વીર સાધ્વી જોન ઑફ આર્ક

ઠેકાણે સાત્ત્વિકતા પ્રસારવા પ્રયત્ન કર્યો. અજાયબ જેવું તો એ હતું કે, જોન કોઈપણ દિવસ એક પણ બાબતથી કંટાળતી નહોતી.

એક દિવસ હું તંબુ તરફ આવતો હતો, ત્યારે જોન રડતી હોય એવું મને લાગ્યું, પણ તપાસ કરતાં માલુમ પડ્યું કે, તે પેટ ફાટાફાટ હસતી હતી. હસવાનું નિમિત્ત હાયર હતો. તે જ્યારે પ્રાર્થના કરતો. ત્યારે એટલે નમ્ર થઈ જતો કે તેનો સિંહ જેવો સ્વભાવ જે આખો દિવસ જોતા હતા, તેઓને હસવું ઉપજ્યા વગર રહેતું જ નહિ.

મારા ત્રેસઠમા વર્ષમાં મારી નજર આગળ આ ચિત્ર આબેહૂબ તરવરી આવે છે – તરવરી આવે છે અને હું રોઉં છું; કારણ કે જોનના મૃત્યુ પછી તો મારૂં હાસ્ય સદાને માટે વિરમી ગયું છે.

(૯)

અમે પૂરભપકામાં ઓર્લિયન્સ તરફ ઉપડ્યા. અમારામાંના કોઈએ વ્યવસ્થાસર લશ્કર કૂચ કરતું જોયું નહોતું, અને હવે આ ભવ્ય દેખાવ જોઇને તો અમે હર્ષઘેલાજ થઇ ગયા.

અમારા લશ્કરની જૂદી જૂદી ટુકડીઓ પાડી નાખવામાં આવી હતી. એક એક ટુકડી ઉપર એક એક સરદાર હતો. આગળ કહ્યા પ્રમાણે પહેલાં તો આ સર્વ સરદારો બહારવટીઆ હતા, અને તેથી તાબે થવાનું શિક્ષણ તેઓને મળ્યું નહોતું. તાબેદારીને તેઓ ઓળખતાજ નહિ.

રાજાનો હુકમ હતો કે, તમારે જોનને તાબે થવું; પણ હુકમ હતો તેથી શું ? પોતાની મરજી હોય એવીજ બાબતમાં તેઓ રાજાને તાબે રહેતા, ત્યાં પછી જોન શું વિસાત માં ? તેઓ જોનને માન આપતા; જોન વિજય અપાવશે એવું ધારતા; પણ સત્તર વર્ષની છોકરીને તેઓ યુદ્ધકળામાં પ્રવીણ કેવી રીતે ગણી શકે ?

જોનનો વિચાર લોઇરના ઉત્તર કિનારાને ઓળંગી સીધે સીધો ઓર્લિયન્સ ઉપર અચાનક હલ્લો કરવાનો હતો; પણ સરદારો છુપી રીતે જોનની વિરુદ્ધ હતા. તેઓ જોનના વિચારોને ભૂલભરેલા લેખતા હતા, તેઓએ ઓર્લિયન્સના સુબાનો અભિપ્રાય પૂછાવ્યેા. એ પણ જોનની વિરુદ્ધ હતો.

તેથી તેઓ જોનને છેતરવા લાગ્યા. જોન સરદારો ઉપર વિશ્વાસ રાખી કામ કરતી, પણ હવે તેને ધડો મળ્યો. જોનનો વિચાર લડીને અંગ્રેજોને બહાર હાંકી કાઢવાનો હતો, જ્યારે બીજા સરદારોનો