પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૪
પરિશિષ્ટ

વિચાર અંગ્રેજોની આસપાસ ઘેરો ઘાલી ભૂખે મારવાનો હતો. જોનનો વિચાર થોડાક દિવસમાં બધું ઉકેલી નાખવાનો હતો, પણ બીજાઓ ધીમે ધીમે ફતેહ મેળવવા ઇચ્છતા હતા; પણ જોનના મનમાં જે વાત હતી, તે બીજાઓના મનમાં નહોતી. અંગ્રેજ સિપાઇઓ ઘણા વહેમી હતા. ઉપરાંત ઘણા દિવસ આળસુ રહેવાથી બેદરકાર બની ગયા હતા. તેઓ માનતા હતા કે, જોનને સેતાનની મદદ છે. બીજી બાજુ જોઇએ, તો અમારૂં લશ્કર તાજું અને ઉલ્લાસથી ભરપૂર હતું.

જોન છાવણીમાં બખ્તર પહેરી સૂઈ રહેતી. જેમ જેમ અમે આગળ વધતા ગયા, તેમ તેમ જોનનો ઉમંગ વધતો ચાલ્યો; પણ જ્યારે તેને “હું છેતરાઈ છું” એવી ખબર પડી, ત્યારે તેના ક્રોધનો પાર રહ્યો નહિ. લડવૈયાઓ યુદ્ધ માટે આતુર થઇ રહ્યા હતા, તેઓ પણ ઘણા નિરાશ થઈ ગયા.

જ્યારે ઓર્લિયન્સનો સુબો જોનને સત્કાર કરવા આવ્યો, ત્યારે પણ જોનનો ક્રોધ ઓછો થયો નહોતો. ક્રોધથી જોને કહ્યું :– “શું તમે ઓર્લિયન્સના સુબા છો ?”

“હા.”

“અને શું તમે પ્રપંચ કરી મારી વિરુદ્ધ ચાલવા હિંમત કરી ?”

જોનના ક્રોધથી તેને શરમ લાગી. તેણે ઘણાં ઘણાં બહાનાં કાઢ્યાં, ઘણી ઘણી યુદ્ધકળાની બાબતો કાઢી પણ જોને કહ્યું :–

“પ્રભુનું નામ લઈને કહું છું કે, તમારી અક્કલ કરતાં મારા સ્વામીની અક્કલ વધારે સારી અને સહીસલામતીભરેલી છે. ઓર્લિયન્સને બચાવવા ખોરાકનો ભંડાર મારી પાસે છે, મછવાઓ પણ તૈયાર છે; પણ પવન અનુકૂળ નથી. ત્યારે કહો, તમે ડાહ્યા છો તો મારા માર્ગમાં વિઘ્ન શું કામ નાખેા છો ?” તેઓએ કબૂલ કર્યું કે, અમે ભૂલ કરી છે. ત્યારપછી તેઓને જણાવ્યું કે અભણ જોનમાં ઉચ્ચબુદ્ધિનો પ્રભાવ છે; અને તેને છેતરવી, એ બહુ દુર્ઘટ છે.

“વળી કહો,તમે લશ્કરને અહીં લાવ્યા. હવે શું કરવું ?”

સરદારોએ પોતાની ભૂલ કબૂલ રાખી. અમારે નકામી તકલીફ ઉઠાવવી પડી હતી. ત્યાંથી આવ્યા ત્યાં પાછી અમારે કૂચ કરવાની હતી.

જોનને ઠેકાણે બીજી કોઈ છોકરી હોત, તો આવા આવા