પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૬
પરિશિષ્ટ

પાછો સોંપવા બે ચોપદારોને મોકલ્યા; પણ ચોપદારો દૂતને લીધા વગર આવ્યા. અંગ્રેજોએ જોનને કહાવ્યું હતું કે, જો તું તુરતજ તારા ગાયો ચારવાના ધંધામાં નહિ વળગે, તો અમે તને જીવતી ને જીવતી બાળી નાખીશું. જોને મૌન ધારણ કર્યું અને કહ્યું કે, હું તેઓ ઉપરથી દુઃખ દૂર કરવા માગું છું; છતાં તેઓ તે નજ માને તો તેઓની સ્થિતિ દયાને પાત્ર છે. બીજે દિવસે તેણે લૉર્ડ ટેલબૉટને સંદેશો મોકલાવ્યો કે, જો હું તમને હરાવું, તો તમે ફ્રાન્સ બહાર ચાલ્યા જાઓ; અને જો તમે મને હરાવો, તો તમારી મરજી પ્રમાણે મને જીવતી બાળી નાખજો.

પણ સામાવાળાઓએ યુદ્ધ કરવા ના પાડી.

બીજે દિવસે જોને ચુનંદા પાંચસો લડવૈયાઓ મંગાવ્યા.

પછી લશ્કરની વ્યુહરચના થવા માંડી. નિરાશ થયેલાઓની આશા જોનને જોઈ સતેજ થઈ. જોનની પાસેથી જેમ એક એક ટુકડી જતી હતી, તેમ ખુશાલીના પોકાર પાડતી હતી. જોન આ વખતે પંદર વર્ષની લાગતી હતી. લડવૈયાઓને જોઈ તેના ગાલ ઉપર હમેશાં લાલી આવતી અને તેની આંખો વધારે ઉગ્ર થતી. તે આ પૃથ્વી ઉપર રહેતી હોય, એવું તેના દેખાવ ઉપરથી જરાપણ લાગતું નહોતું. તેનું સૌંદર્ય અને તેની છટા અલૌકિક જ હતાં.

તે વખતે સામાનના એક ગાડામાં જોને એક માણસને મુસ્કેટાટ બાંધેલો જોયો. તુરતજ જોને તેને માટે પૂછપરછ કરી :

“એનો દોષ શું છે ?”

“લશ્કરમાંથી તે નાસી ગયો હતો.”

“હવે એને શું કરવું છે ?”

“ફાંસીએ લટકાવવો છે.”

“એનો ઇતિહાસ કહો.”

“યુદ્ધમાં તો એ શૂરવીર છે, પણ તેણે કહ્યું કે, મારી સ્ત્રી મરણપથારીએ છે. તેને રજા ન મળી તો પણ તે ચાલ્યો ગયો. દરમિયાન લશ્કરની કૂચ શરૂ થઈ, અને કાલે સાંજેજ તેણે આપણને પકડી પાડ્યાં.”

“પેાતાનીજ ઈચ્છાથી ?”

“જી, હા.”

“ત્યારે તે પછી પોતાનીજ ઇચ્છાથી લશ્કર નહોતો છોડી ગયો. તેને મારી પાસે લાવો. પ્રભુ ! પ્રભુ !”