પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૬
પરિશિષ્ટ

તમારા માતાજીને દુઃખી શું કામ કરવાં જોઈએ ?”

“કદાપિ ઘા નહિ પડે ? પડશેજ.”

“શું પડશેજ ? મારું મન મુઝાય છે. એવું તમારે ધારવું પણ શું કામ જોઈએ ?”

“નહિ, આ ધારણા નથી; સાચી વાત છે.”

“તેની તમને કેમ ખબર પડી ?”

“મને એવી પ્રેરણા થઈ છે.”

સઘળા આશ્ચર્ય ચકિત થયા, પણ મને તો આવી વાતો આશ્ચર્ય જેવી રહી નહોતી. એક બાબત અનુભવવાની આપણને ટેવ હોય–પછી તે બાબત ગમે એવી આશ્ચર્યજનક હોય–તોપણ કાળાંતરે તે આપણને સાધારણ બીના જેવી દેખાય છે..

“કાલેજ તમને તે ઘા પડશે ?”

“હા.”

"ત્યારે કાલે તમે બારણા બહાર નીકળશો નહિ. કુમારિકા ! મને વચન આપો કે, તમે યુદ્ધમાં જશો નહિ.”

જોને માન્યું નહિ. તેણે કહ્યું કે “એમાં કંઈ નહિ; કાલે ઘા પડવાનો છે, અને તે પડશેજ. જો હું તેને નહિ શેાધું, તો તે મને શધશે. મારૂં કર્તવ્ય મને યુદ્ધમાં જવાનો આગ્રહ કરે છે. મારું મૃત્યુ થવાનું હોય તો પણ હું યુદ્ધમાં જાઉં, તો પછી ઘાની તો વિસાત જ શી ? તું ફ્રાન્સને ચાહે છે? ચાહતી હોય તો મારે જવું જ જોઈએ. હવે કહે, તારો શો મત છે ?”

“હું ફ્રાન્સને તે ચાહું છું, પણ તમારે ન જવું.”

“ત્યારે તો આપણે સરદારો તરફ એક દૂત મોકલીએ. બોલ, અંદર શું લખવું ? રૂઢ શબ્દોમાં તે કાગળ લખાવો જોઇએ. કહે, આ પ્રમાણે એમાં લખીશુ કેઃ—”

“ફ્રાન્સના લશ્કરની સેનાધિપતિ જોન ઑફ આર્ક પોતાના સરદાર અને બહાદુર સૈનિકોને હુકમ કરે છે કે, કાલે અંગ્રેજો સામે લડવું નહિ; કારણ કે રખેને પોતાને ઈજા થાય, એનો એને ભય છે.

(સહી) જોન ઑફ આર્ક.”
 

ઉપલું કહ્યા પછી જોન પોતે વિજય મેળવ્યો એમ ધારીને હસવા લાગી. તેની દાસીની આંખમાં આંસુ હતાં.

“જોન ! હું મારી બેવફાઈ માટે શરમાઉં છું. તમે કેટલાં બધાં બુદ્ધિમાન છો; ત્યારે હું તો નીચ છું, પાપી છું.” એમ કહી