પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૦
પરિશિષ્ટ

તમારો છે, અંદર દાખલ થાઓ. લશ્કરને દાખલ થવાના હુકમ કરો. ચાલો બધા એકસાથે !”

અમે ગયા–નીસરણીઓ ઉપર અમે ચઢી ગયા, કારણ કે એ કિલ્લો અમારો હતા. ત્યાં અમે હાથોહાથ અંગ્રેજો સાથે લડતા હતા. અમે અમારા રંગમાં એટલા બધા મગ્ન હતા કે તાપો ફૂટતી તો પણ અમે સાંભળતા નહિ. અમે જ્યારે આમ એક બાજુથી હલ્લો કર્યો, ત્યારે હાયરે પૂલ ઓળંગી બીજી તરફ શત્રુઓને ઘેર્યા. અમે જ્યારે અમારી સાથે લડતા અંગ્રેજોને હરાવ્યા ત્યારે તેઓએ પોતાના મિત્રને પૂલ ઓળંગીને મળવાનો વિચાર કર્યો, પણ પૂલ સળગતો હતો અને જે તેના ઉપર થઈને જવાનો પ્રયત્ન કરતા, તે પાણીમાં પડતા ને પોતાના ભારે બખ્તરને લીધે ડૂબી જતા.

“ઈશ્વર તેમના ઉપર રહેમ રાખો” જોન આ દેખાવ જોઈ ગદ્‌ગદ્ સ્વરે બોલી. તેમના જે સરદારે જોનને અપમાન ભરેલા શબ્દો કહ્યા હતા, તે પણ ડૂબતા હતા. પણ જોન આ વખતે એ બધી વાત ભૂલી ગઈ હતી.

પછી અમે અમારા મિત્રોને સામે કિનારે મળ્યા. ટૂરેલીસના કિલ્લો જીતાયો હતો, જોને પોતાનું વચન પાળ્યું હતું. સાત મહીનામાં કોઈએ જે કામ કરવાની હિંમત પણ નહોતી કરી, એ કામ એક સત્તર વર્ષની છોડીએ થોડા જ કલાકમાં પૂરું કર્યું !

પણ અમે નગરમાં ગયા, ત્યારે તો હર્ષનું કહેવું જ શું ! લોકોનો એવો હર્ષ મેં અગાઉ કદાપિ જોયો નહોતો. ઘંટ પણ વાગી વાગીને થાકી ગયા. તે દિવસે જોનને જેટલી કીર્તિ મળી હતી, તેટલી કીર્તિ ઇતિહાસમાં ભાગ્યે કોઇ બાળાને મળી હશે. પણ શું જોનને પોતાની કીર્તિ સાંભળવાથી આનંદ થતો હતો ? નહિ. બીજી કોઈ બાળાને થાત, પણ જોનને તો નહિજ. કોઈ છોકરૂં થાક્યું પાક્યું સૂઇ જાય, તેમ તે થોડી વાર પછી સૂઈ ગઈ. જ્યારે લોકોએ જોયું કે જોન સૂઈ ગઈ છે, ત્યારે જ તેઓએ તે રસ્તો બંધ કર્યો અને આખી રાત્રિ તેના મહેલ આગળ પહેરો ભર્યો. “જોને અમને શાંતિ આપી છે અને તેના બદલામાં અમારે તેને શાંતિ આપવી જોઈએ” એમ તેઓ કહેતા. વળી તેઓ એ બધાએ કબૂલ કર્યું કે, તે દિવસ ભવિષ્યમાં પણ પવિત્ર ગણાશે. સાઠ વર્ષ સુધી એ વચન પળાયું છે અને ભવિષ્યમાં પણ પળાશે. ઓર્લિયન્સ