પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૫
વીર સાધ્વી જોન ઑફ આર્ક

માણસો ઘોડાને ત્યાં લઈ ગયાં. ત્યાંથી તે ચઢી, પણ ઘોડાએ ચું કે ચાં કર્યું નહિ. જતી વખતે તે લોકોને અને સાધુઓને વિજય માટે પ્રભુપ્રાર્થના કરવા કહીને ત્યાંથી ઉપડી.”

હું ત્યારે પાસે હતો–આ બધી વસ્તુ મે નજરોનજર જોઇ છે. મારા મનમાં હજી એ બનાવોની તાદૃશ્ય મૂર્તિ ખડી થાય છે.

ડચેસ ઑફ એલેન્કોને પોતાના પતિને સહીસલામત પાછા લાવવા માટે જોન પાસે વચન માગતાં જોને કહ્યું:

“એ વચન હું તમને આપું છું. તમારા પતિનું રક્ષણ થશે પ્રભુ રક્ષણ કરશે.”

ડચેસ બોલી શકી નહિ. જોનને તેણે ચૂમી લીધી, અને તેઓ છૂટાં પડ્યાં. છઠ્ઠી તારીખે ઉપડી નવમીએ અમે ઓર્લિયન્સમાં પૂરભપકામાં દાખલ થયાં. અરે ! એ વખત જ્યારે હું યાદ કરું છું ત્યારે મારી આંખમાં આંસુ આવે છે. જોનનાં દર્શન માટે લોકો કેટલાં તલપતાં–જોનનો કેટલો સત્કાર કરતાં ! હું આ લખું છું, ત્યારે વયોવૃદ્ધ છું તોપણ એ દેખાવ તો તાજો ને તાજો મારા મનમાં રમે છે !

(૧૯)

“કામે લાગો ! કામે લાગો ! કામે લાગો એટલે પ્રભુ પણ તમારી સાથે કામ લાગશે. કામે લાગો ! કામે લાગો !”

મળસ્કામાં જોનના ઘોડાઓની ખરીઓના અવાજ સાથે તેના ઉપલા શબ્દો સંભળાતા. જ્યાં ત્યાં આજે તે શૌર્ય પ્રેરતી. આજે જારગોના કિલ્લા ઉપર હલ્લો કરવાનો હતો. જોનના હાથ નીચે કામ કરનારા વાત કરતા કે, જોન જે કામ હાથમાં લેતી, તે કામ કેળવાયલા અમલદારો માફક હુશિયારીથી પૂરૂં કરતી. જાણે તેણે પણ પોતાનું આખું જીવન યુદ્ધમાંજ ગાળ્યું હોયની ! તેના બધા નાયકો કહેતા કે, તે દરેકે દરેક વિષયમાં પ્રવીણ હતી, તેમજ તાપખાનું ગોઠવવામાં તો તેનાથી કોઈજ ચઢે તેમ નહોતું.

ત્યારે જોનને આ બધું શીખવવા કોણ ગયું હતું ? તેને જ્યારે લખતાં વાંચતાં જ આવડતું ન હતું, ત્યારે પછી યુદ્ધકળા તે કેમજ આવડે ? આ પ્રશ્નના ખુલાસો હજીસુધી મને મળ્યો નથી, કારણ કે ભૂતકાળમાં કોઈ જોન જેવી બાળાએ જન્મ લીધો નથી.

આઠ વાગે તો બધી ધામધૂમ બંધ પડી ગઈ. જ્યાં જોઇએ ત્યાં શાંતિનું સામ્રાજ્ય હતું. આ શાંતિ ઘણી ગંભીર હતી. કારણકે