પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૭
વીર સાધ્વી જોન ઑફ આર્ક

ગયાં હતાં. જાણે કોઇ ગલીમાંથી કૂચ કરી જતા હોઈએ, એવું અમને લાગતું હતું. રસ્તામાં ચારે તરફ ફૂલ ઉગી નીકળ્યાં હતાં, તે જાણે જોનના પગને ચુંબન કરતાં હોય એવાં લાગતાં હતાં. જોનને જોઈ કોઈ નમન ન કરે, એવું મેં આટલા મહીનાઓમાં કોઈ વખત જોયું નહોતું. લોકો જોનને પગે લાગતા. જોન જ્યારે દુશ્મનોના હાથમાં પકડાઈ અને જ્યારે તેનો મુકદ્દમો ચાલ્યો, ત્યારે આ મુદ્દો તેની વિરુદ્ધ લાવવામાં આવ્યો હતો.

અમે જેમ જેમ પાસે આવતા ગયા, તેમ તેમ લોકોની ગીરદી વધવા લાગી. તોપના અવાજોથી કાન ફૂટી જતા અને ધૂમાડાનો તો કંઇ પારજ રહ્યો નહિ. અમે પૂરભપકામાં શહેરના દરવાજામાં પેઠા. પછી મુખ્ય મુખ્ય માર્ગે થઈ અમારૂં સરઘસ ચાલ્યું. બારીઓમાંતો શું, પણ છાપરાંઓ ઉપર પણ જગ્યા ખાલી રહી નહોતી – એટલાં મનુષ્યો જોનનું દર્શન કરવા ભેગાં થયાં હતાં. પળે પળે હર્ષનાદો ગાજી ઉઠતા.

જોનનું નામ મંદિરની પ્રાર્થનાઓમાં દાખલ થયું હતું, પણ આથીએ વધુ માન જોનને લોકો તરફથી મળ્યું, અને તે એ કે, તેની છબી ચાંદ ઉપર કોતરાવી તેઓ તાવીજતરીકે પહેરતાં. જ્યાં ત્યાં આવાંજ તાવીજ જોવામાં આવતાં. અમે ધર્મમંડળના વડાના મહેલ આગળ ઉતર્યા. ત્યાંથી રાજાએ સેંટ રેમ્સના દેવળમાંથી પવિત્ર તેલનો કૂંજો મંગાવ્યો. અત્યાર સુધીના સઘળા રાજાઓ રાજ્યાભિષેક વખતે તે તેલ ચોળતા અને એ નિમિત્તે કેટલીક ખાસ ક્રિયાઓ કરાતી હતી. આ પ્રસંગે પણ તે કૂંજો ખાસ ક્રિયાઓ અને ધામધૂમ સહિત દેવળમાંથી મંગાવવામાં આવ્યો. રસ્તામાં લોકો તે કૂંજાને જોઈ સાષ્ટાંગ નમસ્કાર કરતા. કારણ કે તેઓ માનતા કે તે સ્વર્ગમાંથી ઉતરી આવ્યો છે.

આ ફૂંજો લઈ આવનારૂં ભવ્ય સરઘસ મંદિરના પશ્ચિમદ્વા૨માં પેઠું. આર્કબીશપ દાખલ થયો કે પ્રાર્થનાસંગીત ગાજી ઉઠ્યું. તે મંદિર લાખો માણસોથી ભરાઈ ગયું હતું. વચમાં એક ચોગાનજ ખાલી રાખવામાં આવ્યું હતું. અહીં આર્કબીશપ પોતાના હાથ નીચેનાં માણસોસહિત આવી પહોંચ્યો. પછી તેના રક્ષણ માટે તેની સાથે ચાલનારા પાંચ ઉમરાવો ભવ્ય પોશાકમાં પોતાના ઘાડાઓ ઉપર બેસી વાવટાઓ ઉડાવતા ઉડાવતા આવ્યા. અહો !