પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૮
પરિશિષ્ટ

તે કેટલું મનોહર લાગતું હતું ! આવો સરસ દેખાવ મેં આખી જીંદગીમાં જોયો નહોતો.

મંદિરના પગથિયાથી લગભગ ચારસો ફીટ તેઓ ચાલ્યા. પછી આકર્ષબીશપે તેઓને જવાની રજા આપી; અને તેઓએ કલગી ઘોડાની ડોકને લાગી ત્યાંસુધી ઝૂકીને સલામ કરી. ત્યારપછી ઘોડાઓને નચાવતા નચાવતા તેઓ ચાલી ગયા. થોડીક પળસુધી તો શાંતિ વ્યાપી. લોકો ઉંઘતા હોય એમ લાગતું હતું. એટલામાં એકાએક ચારસો રણશિંગાંઓ ફૂંકાયાં. તુરતજ રાજા અને જોન પશ્ચિમના મોટા દરવાજેથી આવી પહોંચ્યાં. તેઓ ધીમે ધીમે ચાલતાં હતાં. હર્ષનાદ અને સંગીત – તે સિવાય કંઈ પણ કાને પડતું નહિ. જોનની બાજુમાં તેનો વાવટો લઈને એક માણસ ચાલતો હતો, અને તેની પાછળ રાજ્યના સેવકો પોતાના – હોદ્દાસર ચાલતા હતા.

મુકરર કરેલા સ્થાને સરઘસ આવી પહોંચ્યું. પછી રાજ્યાભિષેકની ક્રિયાઓની શરૂઆત થઈ. આ ક્રિયાઓ ઘણી લાંબી હતી. પ્રાર્થના થઈ, પ્રાર્થનાસંગીત ગવાયું, ધર્મબોધ અપાયો અને એવી એવી બીજી બાબતો અમલમાં મૂકવામાં આવી. આ બધો વખત જોન પેાતાનો વાવટો હાથમાં ઝાલી રાજા પાસે ઉભી હતી. ૫છી રાજાને સોગંદ આપવામાં આવ્યા, અને તેલનું મર્દન થયું. ત્યારપછી એક ઉમરાવે પગે લાગી રાજા આગળ ગાદી ઉપર રાજમુકુટ મૂક્યો. રાજાએ થોડીક વાર તો વિચાર કર્યો; મુકુટને માત્ર અડક્યો, પણ જોનની આંખો અને તેની આંખો મળી કે તે હસ્યો. જોને ફ્રાન્સનો મુકુટ હાથમાં લીધો, છાતી કાઢી તેને ઉંચક્યો અને મલકાતે મોંએ તેના માથા ઉપર મૂકી દીધો.

પછી હર્ષનાદોનું તો પૂછવું જ શું ! તોપના અવાજથી તો જાણે અમે બહેરા થઈ ગયા.

જોન આ વખતે રાજા તરફ ફરી, અને ધીમે ધીમે ગદ્ ગદ્ કંઠે તે બોલી :–

“ખુદાવિંદ ! પ્રભુની કૃપાથી તમારો મુકુટ તમને મળ્યો છે. મારૂં કામ હવે પૂરું થયું છે. હવે મને શાન્તિમાં મારી મા પાસે જવા દો. તે ઘરડી છે, અશક્ત છે, તેને મારી સેવાની જરૂર છે.”

રાજાએ તેને ઉભી કરી, અને ભરસભામાં તેનાં મહાભારત કાર્યોનાં વખાણ કર્યા. પછી તેણે તેને ખિતાબો બક્ષી કાઉન્ટના પદે