પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૬
પરિશિષ્ટ

રીતે છૂટવાની હતી, તેનાથી તે અજ્ઞાત હતી. મને તો એમ લાગતું હતું કે ત્રણ મહિનામાં અમે ઘેર જઈશું, અને દુનિયાની જંજાળોથી છૂટી અમે અમારે ગામડે જઈ એકાંતમાં જીવન વ્યતીત કરીશું; પણ ખરી વાત તો હવે પછી જણાવાની હતી.

એક દિવસ આરામ લઈ પાછી કૉર્ટ શરૂ થઇ.

આ દિવસ શાંતિભર્યો નહોતો. આખી કૉર્ટ થાકી ગઈ હતી અને થાકી જાય એ સ્વાભાવિક પણ હતું. આ સાઠ વિદ્વાન પંડિતો ઘણે દૂરથી પોતાનાં કામ છોડીને આવ્યા હતા; અને તે શાને માટે ? ઓગણીસ વર્ષની, અભણ, કાયદાનો અક્ષર ન જાણનારી, સાક્ષીવગરની, સલાહકાર વિનાની અને નિર્દોષ છોકરીને ગુન્હેગાર ઠરાવી યમશરણે પહોંચાડવા માટે. તેઓ ધારતા કે, આ કામ તો બે કલાકનું છે; પણ કલાકને બદલે દિવસોના દિવસ વહી ગયા હતા. આખું ગામ કૉર્ટ તરફ હસતું હતું, કૉર્ટ તે જાણતી હતી; પણ તેમાં એનો ઉપાય નહોતો. કૉર્ટના મરતબાને મોટો ધક્કો લાગ્યો હતો. ન્યાયાધીશો પણ ક્રોધે ભરાયા હતા. ટુંકું અને ટચ કરવા તેઓ ગમે તે રીતે તૈયાર હતા.

હવે વસ્ત્રનો સવાલ છેડાયો.

“રાજા અને રાણીએ તને પુરુષનો પોષાક છોડી દેવા કોઇ વખત કહ્યું હતું ?”

“હું આ પ્રશ્નનો ઉત્તર આપવા બંધાતી નથી.”

“તેં સ્ત્રી જાતિનો પોશાક પહેર્યો હોત, તો કંઈ પાપ હતું ?”

“મેં માત્ર મારા રાજાની સેવા કરવા માટે બનતું કર્યું છે.”

પછી વાવટાની વાત નીકળી.

“તારા સિપાઈઓ પોતાનાં વસ્ત્રમાં તારા વાવટા ઉપરનાં ચિહ્નો કોતરી લેતા ?”

“ભાલાવાળા મારા અંગરક્ષકો કોતરી લેતા. બીજી ટુકડીઓથી પાતે જલદી ઓળખાઈ આવે, તેને માટે આમ કરવાની તેઓને ઇચ્છા થઈ હતી.”

“બે વાર પણ તેઓ કોતરતા ?”

“હા; જ્યારે ભાલાઓ તૂટી જતા, ત્યારે ફરી વાર કોતરતા.”

“શું તેં તારા માણસોને એમ નથી કહ્યું કે તમે આ ચિહ્‌ન કરશો, તો વિજયી થશો ?”

આવી છોકરવાદી વાતોથી જોનનો પિત્તો ઉકળી આવ્યો. તે