પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
प्रकाशकना बे बोल

“વિવિધ ગ્રંથમાળા”ના અંક ૨૨૬ થી ૨૨૮ તરીકે સ. ૧૯૮પનું આ છેલ્લું પુસ્તક હોઈ તેમાં ૧૫ મહાન સાધ્વીએાનાં ચરિત્ર છે. ૧૨ ચરિત્ર શ્રીયુત શિવપ્રસાદ દલપતરામ પંડિતે નિષ્કામભાવે અનુવાદિત કરી આપ્યાં હતાં. બાકીનાં ત્રણ ચરિત્ર પૈકી કેરેલીન હશેલનું ચરિત્ર “બુદ્ધિપ્રકાશ” માં છપાયેલું તે લીધું છે; બહેન દોરાનું ચરિત્ર સ્વર્ગસ્થ નારાયણ હેમચંદ્રે ૩૦-૪૦ વર્ષ પર પ્રસિદ્ધ કરેલું તે બનતા સંશાધનપૂર્વક લીધું છે; અને જોન ઑફ આર્કવાળું ચરિત્ર શ્રીયુત હાસમ હીરજી ચારણિયાને હાથે યોજાઈ સોળ વર્ષ પર “ચરિત્રમાળા” દ્વારા નીકળેલું તે લીધું છે. આમાંની સાધ્વીઓ હિંદ બહારની હોવા છતાં વર્તમાન ભારતીય બહેનો માટે, તેમજ બંધુઓ માટે પણ એમનાં વૃત્તાંત કેવાં અસરકારક, પ્રેરક અને ઉપકારક છે; તે સમજવામાં આ પછી પ્રસ્તાવનાદિ અપાયું છે તે પણ મદદગાર તો થશેજ. આ સેવક અહી એક ખાસ શિક્ષા યાચે છે કે, પ્રત્યેક વાંચનાર પોતે આમાંનું દરેક ચરિત્ર વાંચીને તરતજ પોતાનું જીવન અત્યારે કેવું છે, અને તેને કયી તરફ વાળવું ને કેવું બનાવી શકાય તેમ છે; તે તરફ પણ પૂરેપૂરૂ ધ્યાન આપે. જે કોઈ આ પ્રમાણે કરશે, તેમને પોતાની અંધશ્રદ્ધા અને ઘેટાંચાલ અને સ્વાર્થ વૃત્તિ માટે શરમ આવી આ ઉથલ પાથલના સમયમાં જ્યાં ત્યાં સાચા સન્માર્ગ મેળવી શકશે એમાં શક નથી. ॐ सत सत्

રામનવમી
સં. ૧૯૮૬
ભિક્ષુ અખંડાનંદ
{




विविध ग्रंथमाळानो संवत १९८५नो पृष्ठमेळ




ગ્રંથાંક ગ્રંથનું નામ મૂલ્ય સાદું પૃષ્ઠ
૨૧૭ થી ૨૨૦ શુભસંગ્રહ - ભાગ ૫મો ૧ાા ૧ા ૪૦૦
ઉપલા ગ્રંથના મોટા કદ બદલ ઉમેરવાનાં ૨૦૦
૨૨૧ થી ૨૨૨ શ્રી સુબોધ રત્નાકર ૦ાાા ૦ાા= ૨૭૬
૨૨૩ થી ૨૨૫ સ્વામી વિવેકાનંદ - ભાગ ૧૧ ૧ાા= ૧ા ૪૮૦
૨૨૬ થી ૨૨૮ મહાન સાધ્વીઓ ૧ા ૧) ૪૨૦
કુલ ૫)= ૪)= ૧૭૭૬