પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
સધ્વી ઇલિઝાબેથ

 પણ રાજકુમારીની આ ધમકી વૃથાજ ગઈ. રાજકુમાર લૂઈ વિદેશમાં વિદ્યાભ્યાસ કરીને ઘેર પાછો આવ્યો. એ વીર, ધીર, ઉદાર અને નિર્ભય પુરુષ હતો. વળી તેનું હૃદય પણ સ્નેહ અને કરુણાથી ભરપૂર હતું. રાજમહેલની સ્ત્રીઓએ ઈલિઝાબેથની નિંદા કરીને તેના કાન ભંભેરવા માંડ્યા, પણ એથી તો ઉલટું તેનું હૃદય અસહાય બાલિકા તરફ ઢળી પડ્યું. એ મનમાં ને મનમાં બોલી ઉઠ્યો કે “અહા પ્રાણેશ્વરી ! હું તને જેવી જોવા ઈચ્છતો હતો, તેવીજ તું નીવડી છે. તારા જીવનકુસુમની સુગંધ એક દિવસ મારા હૃદયને પુલકિત કરશે અને રાજસિંહાસનને સર્વ તરફ વિખ્યાત કરી દેશે.”

રાજકુમાર પોતાના કુટુંબની સ્ત્રીઓને કહેવા લાગ્યો કે “આ પૃથ્વીમાં કોઈ કદાચ મને સુવર્ણથી મઢેલા મણિ–માણેકનો પર્વત દાનમાં આપવા ઇચ્છે, અને કાં તો તે અને કાં તો ઇલિઝાબેથને લેવાનું કહે; તો હું તે ઈલિઝાબેથને અધિક મૂલ્યવાન ગણું.” તેણે એક દિવસ કિંમતી રત્નોથી જડેલો એક અરીસો ઈલિઝાબેથને ભેટ મોકલ્યો. એ અરીસાને એક તરફથી ઉઘાડતાં એમાં ઈસુ ખ્રિસ્તની સુંદર મૂર્તિ જણાતી. ઇલિઝાબેથનું મ્લાન મુખ જોઇને રાજકુમાર તેનાથી દૂર રહી શકતો નહિ. દરરોજ તે પ્રેમપૂર્વક તેની પાસે જઇ ઉભો રહેતો અને પ્રીતિપૂર્વક કહેતો કે “થોડા દિવસ ધીરજ રાખ; તારું આ દુઃખ ઝાઝા દિવસ રહેશે નહિ.”

સાસરામાં અન્ય સર્વના સ્નેહથી વંચિત થયેલી બાલિકા આ થોડા શબ્દોમાં પણ રાજકુમારનો કેટલો બધો પ્રેમ અનુભવતી હશે અને તેના કોમળ હૃદયમાં કેટલી બધી પ્રીતિ અને હર્ષ ઉપજતાં હશે તે કોણ કહી શકશે ?

ઇ. સ. ૧૨૧૮માં રાજકુમાર લૂઇનું સગીરપણું બંધ થયું. એ વખતે તેમની વય ૧૯ વર્ષની હતી. ઇ. સ. ૧૨૨૦માં વાર્ટબર્ગ મહેલના દેવળમાં પુષ્કળ ધામધૂમ સાથે લૂઈ અને ઇલિઝાબેથનું લગ્ન થયું. એ વખતે રાજકુમારના બલિષ્ઠ દેહ, ઉજ્જવલ અને વિશાળ લલાટ તથા મુખની સુંદર છટા જોઈને તેને એક તેજસ્વી વીર પુરુષ કહેવાનું મન થતું. તેનામાં સાહસ, વિનય, વીરત્વ, ઉદાર હૃદય તથા ધર્મભાવ આદિ અનેક સદ્‌ગુણોનો સમાવેશ થયો હતો. પાપકર્મથી એ અત્યંત બ્હીતો હતો. રખે ઝાઝું બોલતાં કોઈ જાતની અણઘટતી વાત થઇ જાય, એ બીકથી રાજકુમાર વિશેષ