પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯ર
પરિશિષ્ટ


તુરતજ સાંકળોના અવાજ સંભળાયા અને જોન પહેરેગીરો વચ્ચે દાખલ થઈ. આ વખતે તેની તબિયત ઘણી સારી દેખાતી હતી. પંદર દિવસના આરામ પછી તેનું રૂપ ખીલી નીકળ્યું હતું, તેણે આજુબાજુ નજર ફેરવી વક્તાને જોયો અને જોતાંની વારજ તે વસ્તુસ્થિતિ કળી ગઈ.

વક્તાએ પોતાનું ભાષણ આખું લખી રાખ્યું હતું. તે એટલું મોટું હતું કે ચોપડી જેવું દેખાતું હતું. તેણે પોતાની પીઠ પછવાડે હાથ રાખી પાનાં છાનાંમાનાં ઝાલી રાખ્યાં હતાં. તેણે બોલવું શરૂ કર્યું. થોડોક વખત તો ઠીક ઝપટ ચલાવી, પણ એટલામાં તે કંઈક ભૂલી ગયો. આથી તેને પાછી નજર ફેરવી ગુપ્ત રીતે પોતાનાં કાગળિયાંમાં જોવું પડ્યું; વળી બીજી વખત જોવું પડ્યું – અને ત્રીજી વખત પણ. આથી તે બિચારાની રેવડી દાણાદાણ થવા લાગી. જોને પછી તેને ધીમે રહીને કહ્યું:–

“બાપુ ! તું તારી ચોપડી વાંચી લે; પછી હું તેના ઉત્તર આપીશ.”

બધે હસાહસ થઈ રહી. વક્તા ઘણો ઝંખવાઈ ગયો; પણ થોડીક વાર પછી તેને સારો રસ્તો સૂઝ્યો, અને તેણે જોનના કહ્યા પ્રમાણે કર્યું. તેણે તે બાર આરોપોને ટુંકા કરી છજ આરોપ રહેવા દીધા હતા.

વાંચતાં વાંચતાં તે થોભતો, અને જોનને પ્રશ્નો પૂછતો.

“તું ધર્મમંદિરના હાથમાં તારી તપાસ સોંપ.”

“નહિ, એમ નહિ બને.”

“શું ધર્મમંદિર સાચો ન્યાય નહિ આપે ?”

“આપશે એમ ધારું છું; પણ મને દિવ્ય સંદેશાઓ મળે છે, તેનો તો હું ઉત્તર નહિ જ આપું – લાખવાર કહુ છું કે નહિ આપું !”

ત્યારપછી આ ભયંકર શબ્દો સંભળાયાઃ–

“જો તુ ધર્મમંદિરને શરણે નહિ જાય, તો અમે તને ગુન્હેગાર ઠેરાવી બાળી મૂકીશું !”

જોનને બદલે બીજું કોઈ હોત, તો આવા શબ્દોથી આકુળ-વ્યાકુળ થઈ ગયું હોત; પણ જોનને યો હિંમત આવી. સિપાઈઓને જે વીરનાદથી તે પાનો ચઢાવતી, તે વીરનાદ હવે ગર્જી ઉઠ્યો:–

“મેં જે કહ્યું છે, તેનાથી ઉલટું હું કહીશજ નહિ. મારી સમક્ષ અગ્નિ બળતો હશે પણ હું એજ ઉત્તર આપીશ !”

રાક્ષસોનાં હૈયાં પણ કોઈ કોઈ વાર પીગળે છે. કોશન આ