પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૪
પરિશિષ્ટ

ત્રણ મહિનાની કેદના અરસામાં જોને કોઈ છોકરીનું અથવા સ્ત્રીનું મોં પણ જોયું નહોતું. અહા ! કોઈ સ્ત્રીને તેણે જોઈ હોત, તો તેનું મન કેટલું પ્રફુલ્લ થાત !

વિચાર કરો કે જોન કેટલી મહાન હતી. પોતે એકલી, અને બીજી બાજુ આખા ફ્રાન્સના પ્રતિભાશાળી પુરુષો ! તોપણ તેણે એ સર્વને હરાવ્યા; તેઓની યુક્તિ તોડી પાડી; તેઓના છળભેદને તે કળી ગઈ. તેનું અંતઃકરણ સુદૃઢ રહેતું અને વિપત્તિઓની અવગણના કરતું. તે મૃત્યુને પણ નહિ ગણકારી અડગ હિંમતથી કહેતીઃ “જે થવું હોય, તે થવા દ્યો; હું કહું છું, તેનાથી ઉલટું કહીશજ નહિ.”

હા ! તેનો આત્મા કેટલો ઉચ્ચ હતો ! તેની બુદ્ધિ કેટલી સતેજ હતી ! તેનું જ્ઞાન કેટલું વિશાળ હતું ! તેને પંડિત સામે લડવાનું હતું, એટલું જ નહિં પણ પાષાણ હૃદયના રાક્ષસો સાથે.

રણસંગ્રામમાં તે મહાન હતી, એ આપણે જાણીએ છીએ. તેની પ્રતિભાશક્તિ અજબ હતી. તેનું સ્વદેશાભિમાન અજબ હતું. સુલેહ કરવામાં તેના જેટલું કોઇ પ્રવીણ નહોતું. બુદ્ધિશાળી હોય, તેને તે બુદ્ધિશાળી તરીકે જાણી લેતી. વક્તૃત્વમાં કોઈ તેને ન પહોંચી વળતું. નિરાશ બનેલાંને ઉત્સાહ આપવામાં તે નિપુણ હતી. વળી તે ભીરુઓને વીરપુરુષ બનાવી શકતી. જોનમાં નિરૂત્સાહ, થાક અને આલસ્ય કોઇ વખત જણાયાં નહોતાં.

હા ! જેન ઑફ આર્ક સર્વ કાળે અને સર્વ સ્થાને ઉચ્ચ હતી; પણ આ મુકદ્‌માઓમાં તો તેનું ચારિત્ર વધારે ખીલી નીકળ્યું. માણસની ખરી કસોટી દુઃખમાં થાય છે, અને એ કસોટીમાં જેની કિંમત અમૂલ્ય છે, એમ માલૂમ પડી આવ્યું.

દશ દિવસના અરસામાં પારીસના વિદ્યામંડળે આ બાર આરોપોનું નિરાકરણ કરી નાખ્યું. તેઓ એવા ઠરાવ ઉપર આવ્યા કે, જોને સઘળી બાબતોના ખુલાસા કરવા જોઈએ, અથવા તો શિક્ષાને આધીન થવું જોઈએ.

જોનને કેવી શિક્ષા કરવી, એ તો તે પકડાઈ તે દિવસેજ ચોક્ક્સ કરવામાં આવ્યું હતું અને તે એજ કે, ગમે તેમ કરીને તેના પ્રાણ્ લેવા.

આ શિક્ષાપત્ર રાઉન લઈ જવામાં આવ્યું. તેમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, જોન જેને ફિરિસ્તાઓ લેખતી તે સેતાનો