પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તે ઉનાળાના ઉગ્ર તાપમાં ચાલતી હતી. લાંબો વખત કેદખાનામાં પડી રહેવાથી તેની ચાલવાની શક્તિ નષ્ટ થઈ હતી. દરવાજામાં તે દાખલ થઈ કે કોશનના એક મદદનીશે તેને સમજાવવા માંડી. આથી તેની મુંઝવણ અને થાક બંને વધ્યાં.

જેવી તે માંચડા ઉપર આવી કે આંખો બંધ કરી અને મોં નીચું ઘાલી તે પડી ગઈ. તેના હાથ ખેાળામાં હતા. આરામ સિવાય તેને બીજા કશાની જરૂર નહોતી. દુઃખથી તેનું મોં આરસપહાણ જેવું ઉજળું થઈ ગયું હતું.

જોનની આવી સ્થિતિ જોઈ આ ભૂખ્યાં વરૂઓ કેટલાં રાજી થતાં હતાં ! અહા ! આ જોન ઍફ આર્ક હતી ! તેની કીર્તિ આખા યુરોપખંડમાં પ્રસરી રહી હતી. જગતના ઇતિહાસમાં તેના જેવું અદ્ભુત મનુષ્ય હજી કોઈ થયું નહોતું. શું એ સાચું જ હશે કે, આ નાજુક પ્રાણીએ-આ નાનકડી છોકરીએ-આ સુંદર બાળાએ- આ કોમળ બાળાએ હલ્લો કરી કિલ્લાઓ જીત્યા હતા ? અરે એટલું જ નહિ, પણ પેાતે એકલીએ ભલભલાને હંફાવી ફ્રાન્સની બુદ્ધિ અને વિદ્યાથી જે કામ પૂરું ન પડ્યું, તે તેણે પૂરું કર્યું હતું !

જોનને અશક્ત કરી નાખવા કોશને પોતાથી બનતું કર્યું; તોપણ હજી એક વસ્તુ બાકી રહી હતી - અને તે એ કે, આવા સખ્ત તાપમાં તેની આગળ ભાષણ કરી તેને વધારે મુંઝવવી.

ઉપદેશક આવ્યો કે જોને કંટાળી તેના તરફ જોયું; અને નીચું ઘાલી દીધું. ઉપદેશકે પોતાનું ભાષણ ચલાવ્યું. ઘણી વાર સુધી તે ચાલ્યું. એ ભાષણમાં તેણે અમારા રાજાને ઘણી ગાળો દીધી. જોને આથી ક્રોધે ભરાઈને કહ્યું:–

“તારી લવારી બંધ રાખ; તું નકામાં ચીંથરાં ફાડે છે.” લોકો આથી હસવા લાગ્યા. બિચારો ઉપદેશક કોડીનો થઈ ગયો હતો.

અહા ! લોકો કેવાં અસ્થિર હોય છે ! મૂર્ખ હેાય છે ! તેઓ જોનને બાળી નાખવા ઇચ્છતા. કારણકે તેમાં તેમને તમાસો જોવા મળતો; પણ તેની સાથે તેની સમયસૂચકતા અને તેની બહાદુરીનાં પણ વખાણ કરવા તેઓ ન ચૂકતા. ગમે તેમ હોય-ઇચ્છા ન હોય તોપણ મહાત્માને વંદન કરવું ને કરવું જ જોઈએ.

ધર્મમંદિરને શરણે જવા માટે જોનને ઉપદેશકે પાછી સમજાવી, અને તેને મુંઝવી મુંઝવી તદ્દન અશક્ત કરી નાખી.