પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
મહાન સાધ્વીઓ

ઇલિઝાબેથ એ નિર્જન કુટિરમાં વાસ કરીને સાચાં તપસ્વિનીની પેઠે તપસ્યા અને દુઃખીઓની સેવા કરવા લાગ્યાં. એ પોતાને હાથેજ રાંધતાં અને ગરીબોને વહેંચી દેતાં તથા છેવટે થોડું યજ્ઞની પ્રસાદીરૂપે જમી લેતાં. થોડા દિવસ પછી તેમની કુટિરની પાસે લાકડાનું એક મકાન બાંધવામાં આવ્યું. એ ઘરમાં તપસ્વિનીનાં બાળબચ્ચાં રહેવા લાગ્યાં.

આટલા સમયમાં ઇલિઝાબેથના અપૂર્વ જીવનની વાત લગભગ બધાને કાને પહોંચી ગઇ હતી. રોમનો પોપ નવમો ગ્રેગરી તેમને સારી રીતે ઓળખતો હતો. એ રીતસર સંન્યાસિની બને એવી પોપની ઈચ્છા હતી. તેથી પોપે જાતે ઇલિઝાબેથને એક પત્ર લખ્યો. ઇલિઝાબેથે તો સંન્યાસિનીઓ કરતાં પણ વધારે સંયમી જીવન ગાળવા માંડ્યું હતું, તેમનો આત્મા પ્રભુમય જીવનમાં જ વસતો હતો; એટલે એમને માટે સંન્યાસિની બનવું એ કાંઇ અઘરૂં નહોતું. પરંતુ ઈલિઝાબેથના ચિરહિતૈષી પાદરી કોનરાડે કહ્યું કે “આપને બાહ્ય વિધિપૂર્વક સંન્યાસિની થવાની કશી જરૂર નથી. આપની પાસે જે કાંઈ માલમિલ્કત છે તેનો પણ હવે આપ કેવી રીતે ત્યાગ કરશો ? કેમકે એ મિલ્કત તો તમે ઈશ્વરને નામે સમર્પણ કરી ચૂક્યાં છો; અને માત્ર પ્રભુના સેવકતરીકે – એક ઉત્તમોત્તમ સેવકતરીકે તેનો સદુપયોગ કર્યે જાઓ છો. તમારા જેવો એનો સદુપયેાગ કરી જાણનાર આ જગતમાં બીજું કોઈ નથી. માટે તમે પોતેજ એ માલમિલ્કતના સદુપયોગથી દીનદુઃખીઓના અભાવ દૂર કરો.”

તપસ્વીની એ ધાર્મિક પાદરીની સલાહને કદી પણ તરછોડતાં નહોતાં. આ વખતે પણ તેમણે એમની સલાહનો અનાદર ન કર્યો. બહારનું એક અનુષ્ઠાન કરીને એ રીતસર સંન્યાસિની ન બન્યાં પણ અંતરથી તો તેમણે સંન્યાસિનીવ્રતજ ગ્રહણ કર્યું હતું. એક દિવસ ઉપાસનામંદિરની વેદી ઉપર હસ્ત મૂકીને એ સાધ્વીજીએ પૃથ્વીના સમસ્ત વૈભવનો ત્યાગ કર્યો હતો, ત્યારથી એમની બધી માલમત્તા ઈશ્વરની થઈ ચૂકી હતી અને તેમનું પોતાનું કાંઈ પણ રહ્યું નહોતું. તેમનું બધું ધન ઇત્યાદિ પ્રભુનાજ કામમાં અર્થાત્ દુ:ખીઓની સેવામાં ખર્ચાતું હતું. પોતાને માટે તો એ સાધ્વી મૈયા પોતાને હાથે રેંટીઓ ફેરવી સૂતર કાંતતાં અને એ સૂતરથી થોડાક પૈસા આવતા તેમાંથી ગુજરાન ચલાવતાં. એ સ્વાદિષ્ટ પદાર્થ