પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
સાધ્વી ઇલિઝાબેથ

ખાતાં નહિ, સારો પોશાક પહેરતાં નહિ, જૂજ કિંંમતનો ઝભ્ભો ધારણ કરતાં અને એવી સ્થિતિમાં પણ બહાર કેાઈ ગરીબ માણસને ટાઢમાં કાંપતો જુએ તો તેમને એટલી બધી દયા ઉપજતી કે પોતાના અંગ ઉપરનો એ ઝભ્ભો ઉતારીને એ દરિદ્ર મનુષ્યને પહેરાવતાં અને પોતે પાછાં ઘેર આવીને સઘડીના તાપથી ટાઢનું નિવારણ કરતાં.

આટલા દિવસસુધી તેમનાં પુત્રપુત્રીઓ તેમની સાથે હતાં; પણ હવે એ તેમને પણ પોતાની પાસે રાખી શક્યાં નહિ. તેમનાં સુકુમાર મુખો જોઈને તેમનો માતૃસ્નેહ ઉછળી આવતો, પણ હવે એ લેાકો દુર ચાલ્યાં જવાથી તેમના અંતરમાં કોઈ પણ જાતની આસક્તિ રહી નહિ. હવે આ વિશાળ વિશ્વમાં એમને એકમાત્ર ઈશ્વર સિવાય કોઈ રહ્યું નહિ. એ તપસ્વિની નારીએ પ્રથમ જીવનમાં પ્રેમથી અધીરાં બનીને પ્રાર્થના કરી હતી કેઃ-

" હે મારા પ્રિયતમ પરમેશ્વર ! હું તને ચાહીશ; અને તારા સિવાય બીજી કોઈ પણ વસ્તુને હું ચાહીશ નહિ. જે જે સામગ્રીઓ મને તારા તરફ ન લઈ જાય તેનાથી મને વેદના થાઓ. મારે માટે એ વસ્તુઓ ઝેરી થાઓ. એકમાત્ર તારીજ ઇરછાઓ મને પ્રિય અને સુખદાયક થાઓ. સર્વદા તારીજ ઇચ્છા મારી ઈચ્છા બનો. જેમ પ્રેમી માણસ પોતાના પ્રિયને મળવાની ઈચ્છા રાખે છે અને પેાતાનું સર્વસ્વ પ્રિયતમને અર્પણ કરવા માગે છે; તેજ પ્રમાણે હું મારે પેાતાને સારૂ કાંઈ પણ ન રાખતાં મારી બહારની અને આંતરિક સમસ્ત સામગ્રી, મારો સમગ્ર અંતરાત્મા સંપૂર્ણ રૂપે તને અર્પણ કરવા ચાહું છું. મેં લૌકિક ધન અને એશ્વર્ય મેળવવાની ઇરછા એકદમ હૃદયમાંથી દૂર કરી છે. મારી પાસે જો અનેક દુનિયાઓ હોત તો એ સઘળી દુનિયાઓ પણ આપના નામપર આપી દઈને હું દીનતા અને દરિદ્રતા મેળવત અને તારામાંજ ડૂબી જાત. હે મારા હદયના સ્વામી ! તારા પ્રત્યે મારો પ્રેમ એટલો બધો વધારે છે, કે એ પ્રેમને ખાતર હું એ દારિધ્ર્યવ્રતનેજ સર્વથી વધુ પવિત્ર ગણું છું. આ સંસારમાં મારૂં જે કોઈ છે, તેનો તારે ખાતર ત્યાગ કરું છું, કે જેથી હું તારામાંજ રમણ કરી તદ્રૂપ થઈ શકું .”

ઇલિઝાબેથના અંતરની એ ઉચ્ચ પ્રાર્થના આજે આટલા દિવસ પછી પૂર્ણ થઇ. એ ખરેખર ઈશ્વરમાંજ તલ્લીન તદુરૂપ થઈ ગયાં. તેમને જોતાંવારજ મનમાં એવું થતું કે, જાણે સાક્ષાત્ ધર્મ