પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



साध्वी केथेरिन

(૧)

સાધ્વી કેથેરિન યુરોપનાં એક મહાન સાધ્વી હતાં. એ ઉત્તમ સાધકની પેઠે કઠેર ધર્મસાધના કરતાં. તેમને સમાધિ સાધ્ય હતી. આ સમાધિની સ્થિતિમાં ઈશ્વરમાં યોગયુક્ત (તન્મય-તલ્લીન) થઇને એ પરમ આનંદનો અનુભવ કરતાં. ચૌદમી શતાબ્દીમાં યુરોપમાં જે પૂજ્ય નારીઓ થઈ ગઈ છે, તેમાં કેથેરિનનું નામ વિશેષ ઉલ્લેખનીય છે. ખ્રિસ્તી ધર્મના ઘણા લોકો તેમને દેવી ગણીને માન આપતા. હજુ પણ અનેક ધાર્મિક પુરુષો તેમના પ્રત્યે ભક્તિ દાખવે છે.

ઈ. સ. ૧૩૪૭માં કેથેરિનનો જન્મ થયેા હતા. ઈટાલિ દેશમાં સાયેના નગરમાં તેમનું જન્મસ્થાન હતું. તેમના પિતાનું નામ જેકોપો હતું. એ સરલચિત્ત, વિનયી, દયાવાન અને ધર્મ પ્રમાણે ચાલનારા ગૃહસ્થ હતા. કેથેરિનની માતાનું નામ લાપા હતું. એ એક સ્નેહમયી સુગૃહિણી અને સાધ્વી સન્નારી હતાં. માતપિતા કેથેરિનને તેના સરળ અને સ્નેહાળ સ્વભાવને લીધે ઘણું જ ચાહતાં હતાં. તેમનું મુખ ખીલેલા પુષ્પના જેવું અતિ સુંદર હતું. એ જે વખતે એક બાળક હતાં, તે વખતે પણ તેમના માધુર્યમય મુખની છટા જોઈને લેાકો અંજાઈ જતા. એને લીધે પડાશનાં સ્ત્રીપુરુષો તેમને ઘણુ જ લાડ લડાવતાં હતાં, એટલું જ નહિ પણ એ સરળપ્રકૃતિવાળી, પવિત્ર અને હસમુખી પાલિકાની હાજરીથી તેમનાં સગાંવહાલાંઓને ઘણો આનંદ થતો. તેઓએ એમનું નામ ‘આનંદમયી” પાડયું હતું.

કેથેરિન બચપણથીજ ધર્મને માટે ઘણાં વ્યાકુળ રહેતાં હતાં. તેમના જીવનચરિત્રમાં એવિષે એક સ્વપ્નનો ઉલ્લેખ છે. એક રાત્રે કેથેરિન ઉંઘમાં હતાં ત્યારે તેમને સ્વપ્ન આવ્યું કે, ઇસુ ખ્રિસ્ત જ્યોર્તિમય મૂર્તિ ધારણ કરીને તેમની સન્મુખ ઉભા છે. એ વખતે એમની વય કેવળ છ વર્ષની હતી. એ દિવસથી તેમના કોમળ મનમાં ધર્મવૃત્તિ જાગ્રત થઈ. એજ વયમાં કે જ્યારે બીજી બાલિકાઓ