પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
મહાન સાધ્વીઓ

કરવાનો યત્ન કર્યો હતો. બાલિકાના કોમળ અંગનું સૌદર્ય વધારવાના હેતુથી એ કેથેરિનને સુંદર વસ્ત્રાભૂષણથી શણગારવાની ઈરછા કરતી, પણ કન્યાને એ ઠાઠમાઠ જરા પણ પસંદ નહોતો.

કેટલાક દિવસ પછી જનની લાપાએ કન્યાની આગળ લગ્નની વાત કાઢી. માતૃવત્સલા કન્યા એ વખતે પણ સ્પષ્ટરૂપે પોતાના મનોરથ જણાવી શકી નહિ. તેણે અસ્પષ્ટભાવે કહ્યું કે “ હું મનુષ્યને પ્રિય હોય એવું કાર્ય કરવા કરતાં ઈશ્વરનું પ્રિય કાર્ય સાધવાને શ્રેયસ્કર ગણું છું. ”

એ વાક્યથી કેથેરિનના મનનો ભાવ ઘણો ખરો સમજાઈ ગયેા. એ શબ્દો સાંભળ્યાથી એમની માતાના મુખ ઉપર ખેદ છવાઈ ગયો.

કન્યાનું મન ફેરવવા સારૂ માતાએ ઘણોજ પ્રયત્ન કર્યો, તથા કેથેરિનને એક બહેન હતી તેણે પણ તેવા પ્રયત્ન કરવા હામ ભીડી; પણ આખરે એ બધી ચેષ્ટા વ્યર્થ ગઈ.

પરંતુ કેથેરિનનાં સગાંવહાલાંઓએ પોતાનાથી બનતું કરવામાં કચાશ રાખી નહિ. એક ચાગ્ય વર શોધી કાઢીને, તેને પોતાને ઘેર તેડાવ્યો. એ વર પોતાના કેટલાક સાથીઓ સહિત મનમાં મોટી મોટી આશાઓ બાંધીને આવ્યો હતો; પરંતુ કેથેરિન એ યુવકની સન્મુખ આવતાંવારજ ચમકી ઉઠી. “શુ મારી ઇરછા વિરુદ્ધ મારૂં લગ્ન કરવાનો આ પ્રપંચ રચવામાં આવ્યેા છે ? શુ આ યુવક મારૂ મન હરણ કરવા સારૂ આવ્યો છે ? એવા એવા વિચારો તેના મગજને ચગડોળે ચઢાવવા લાગ્યા. રખે પાતાના વ્રતનો ભં ગ થાય એવી શંકાથી એ વિજળીને વેગે એ ઓરડામાંથી બહાર ચાલી ગઈ અને પેાતાના ઓરડામાં દ્વાર બંધ કરીને બેસી રહી. હવે એ યુવકને માટે પોતાને ઘેર વીલેમોંએ પાછા ફરવા સિવાય ઉપાયજ ન રહ્યો.

આ બનાવથી એમના ઘરનાં બધાં માણસો કેથેરિનના ઉપર ઘણાંજ ગુસ્સે થયાં. એમની બહેને તો ગાળો પણ ભાંડવા માંડી; પણ એથી તે બાજી ઉલટી બગડશે એમ ધારીને જરા નરમ પડીને, ધીમે સ્વરે શિખામણના રૂપમાં કહેવા માંડયું કે “ જો બહેન ! આ તે તારી કેવી વિચિત્ર વર્તણુક છે! પરણવું ન પરણવું એ તો તારી મરજીની વાત છે, પણ એક સદગૃહસ્થ આપણે ઘેર સામા તને મળવા આવ્યા, તેમની સાથે બે મીઠી વાતો તો કરવી જોઈતી હતી ને ? એમાં તારું શું બગડતું હતું ? એમ કર્યાથી શુ તું નરકમાં જવાની હતી ? તારી આવી ગેરવર્તણુકથી