પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
સાધ્વી કેથેરિન

દૃઢ છે. હવે હું નાની કીકી નથી. કિંવા એકાદ ધૂન ભરાઈ આવવાથી એ કામ કરું છું એવું પણ નથી. હું જાણું છું કે, મારું વ્રત અઘરૂં છે અને જવાબદારી ગંભીર છે. મેં એ બધી વાતોનો વિચાર કરીને જ આ મહાવ્રત ધારણ કર્યુ છે. પરમેશ્વર મારા સહાયક હોવાથી કોઈની મગદૂર નથી કે મારો એ સંક૯પ ટાળી શકે. હું કહું છું કે પર્વત પણ કદી ડગમગે, પણ મારૂ' ચિત્ત ડગશે નહિ. મે લૌકિક ભોગોની ઇચ્છા બિલકુલ છોડી દીધી છે; તો પછી એ બાબતમાં હું તમને કયી રીતે સુખી કરી શકવાની હતી ? તમે કદાચ એમ કહેશો! કે, હું તમારૂં ઘરકામ કરીશ, તમારી સેવા કરીશ; પરંતુ જે હૃદય ઈશ્વરને સમર્પણ કર્યુ છે, તે હવે કેવી રીતે માણસના હાથમાં અર્પણ કરી શકીશ ? હવે હું મારા પ્રભુ વગર બીજાની આજ્ઞા માની શકીશ? મારું વ્રત જેટલુ કઠોર છે, તેટલીજ મને સર્વશક્તિમાન પરમાત્માની સહાયતા છે. હવે મારે ભય કોનો ? ”

ક્ન્યાની આ જુસ્સાભરી વાણી સાંભળીને પિતા સ્તબ્ધ થઈ ગયા. જનની લાપા બહુ પ્રયત્ન કર્યા છતાં આંસુ ખાળી શકી નહિ. કેથેરિનના હૃદયનો આવેગ જ્યારે થોડોક શમ્યો, ત્યારે એ પણ જનનીનાં આંસુ સાથે પોતાનાં અશ્રુ વહેવડાવવા લાગ્યાં. એ સમયે પિતાએ કરુણ સ્વરે કહેવા માંડયું કે “પ્રિય કન્યા ! હવે અમે તારા વ્રતનો ભંગ કરાવવા યત્ન કરીશુ નહિ; એથી તો અમે ઈશ્વરના અપરાધી થઈએ. ભગવાનેજ કૃપા કરીને તને પોતા તરફ આર્કષી છે, એમાં કોણ સંદેહ લાવી શકે એમ છે ? જા, પ્રિય કન્યા ! તું તારા આદર્શ ને અનુસરીને જીવનમાં આગળ વધ; ' નિર્ભયચિત્તે વ્રતનું પાલન કર. પવિત્ર પરમાત્મા તને જે આજ્ઞા આપે, તેનું પાલન કર. તું અમારે સારૂ પણ પ્રાર્થના કરજે, કે જેથી અમે પણ તારી પેઠે ઈશ્વરના ચાકર થવા ભાગ્યશાળી થઈએ.”

હવે કેથેરિન સર્વ મહાવ્રતો પાળવાને તત્પર થયાં. એમને માટે એક જૂદું મકાન કાઢી આપવામાં આવ્યું. ત્યાં એમણે પરમાત્માના ધ્યાનભંજનદ્વારા તન્મય થવાનો ચત્ન આરંભ્યો. એને સારૂ પવિત્રતાવડે અંતઃકરણને સ્ફટિક જેવું સ્વરછ બનાવવું જોઈએ. કેથેરિને હવે પુષ્કળ શ્રમ લઈને સાધના કરવા માંડી. એ સાધના યાદ કરવાથી પણ આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ. દેહને જીવતા રાખવા ખાતર એ ઘણુંજ સૂક્ષ્મ ભોજન કરતાં અનેક