પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
મહાન સાધ્વીઓ

"હે બુદ્ધિહીન નારી ! તું પેાતાને હાથે તારા જીવનપુષ્પના ટુકડે ટુકડા કરી નાખીને શા માટે વૈરાગ્યની મરુભૂમિમાં ફેંકી દે છે ? તું તે ધર્મેને માર્ગે ચાલી રહી છે કે આત્મહત્યા કરી રહી છે ? હાય રમણી ! તારે શી વાતની ખોટ છે? એક વાર સંસાર તરફ પણ જરા જો તો ખરી કે, તારે માટે કેટલી બધી સુખની સામગ્રી પડી છે? તું શા માટે જાણી જોઈને તે નહિ ભોગવતાં દુઃખને વરે છે ? સેરા, રેબેકા, લિયા, રેચોલ વગેરે સાધ્વી સ્ત્રીઓએ શુ લગ્ન કર્યા નહેાતાં ? પરણ્યા છતાં પણ શુ એ રમણીઓ ધર્મને પ્રાપ્ત કરી શકી નહોતી ? વિચારી જો અને સંસારમાં પ્રવેશ કર; વિવાહ કરીને સુખી થા.”

એ સમયે કેથેરિનનુ મન શુષ્ક થઈ ગયું હતું, હદય ભક્તિશૂન્ય થયું હતું. એમનું જે હૃદય પવિત્રતાથી નિર્માણ, વિશ્વાસથી સમુજજવલ અને પ્રેમથી મધુમય બનેલું હતુ, તેજ હૃદયને આજે પાપનો સ્પર્શ થયો આજે તેના ઉપર પ્રલોભનની ચઢાઈ થઈ.

કેથેરિને આ સંકટમાં પણ પોતાના મહાન વ્રતને વજ્ર્ની મુઠ્ઠીમાં પકડી રાખ્યું. એ વખતે રાતદિવસ પ્રાર્થનાસિવાય બીજા કશા કામમાં એ ચિત્તને પરોવતાં નહિ અને પ્રાર્થનાની શક્તિ કેટલી બધી આશ્ચર્યકારક છે ! એ શક્તિની સહાયતાથી સાધ્વી કેથેરિને એ મહાસંકટમાંથી છૂટકારો મેળ્વ્યો. કૃપાળુ પ્રભુ તેની આ પ્રિય કન્યાનું રુદન અને પ્રાર્થના સાંભળીને તેને વધારે દૂર ફેંકી શક્યા નહિ, તેના આગળ પ્રગટ થયા. મહાભક્ત સાધ્વીએ આજે અનેક દિવસો પછી અંતરમાં ઈશ્વરનો આવિર્ભાવ અનુભવી મહાભાવમાં આવી જઈને ઉચે સ્વરે રોવા માંડયુ. તે કહેવા લાગ્યાં કેઃ

‘પ્રભો ! મેં કેટલીએ રાત્રિ અને કેટલા દિવસે રોઈ રોઈને કાઢયા તો પણ તમારાં દર્શન થયાં નહિ. તમે આટલા દિવસ ક્યાં હતા ?"

કેથેરિનના હૃદયમાંથીજ દીનાનાથ સર્વેશ્વરની નીચે પ્રમાણે વાણી પ્રત્યુત્તરરૂપે નીકળી કેઃ- “બેટા ! હું તારા અંતરમાંજ રહ્યો છું. શું હું તારો ત્યાગ કરી શકું ? તારાં નયનનું પ્રત્યેક અશ્રુબિંદુ, તારા હૃદયના પ્રત્યેક ઉચ્છ્વાસ મેં જોયા છે. તારી પ્રાર્થનાનું પ્રત્યેક વાક્ય મેં સાંભળ્યું છે. મે તને સુયોગ્ય બનાવીને યોગ્ય સમયે તારા અંતરમાં મારી જાતિ પ્રકટાવીને આત્મપ્રકાશ કર્યો છે. હવે તારું દુઃખ જતું રહ્યું, તારા હૃદયનો સંગ્રામ બંધ થઈ