પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
સાધ્વી કેથેરિન

ખ્રિસ્તે કેથેરિનને કહ્યું કે, તારી જે ઈરછા હોય તે મુકુટ તું ગ્રહણ કર. તેમણે કાંટાનો મુકુટજ ગ્રહણ :કર્યો હતો.”

ઈ. સ. ૧૩૭૦ની સાલથી કેથેરિનના ઉન્નત જીવન પ્રત્યે મનુષ્યની દૃષ્ટિ પડવા લાગી. તેમને લાકો તરફ્થી અત્યંત ભક્તિ અને શ્રદ્ધા પ્રાપ્ત થવા લાગ્યાં. પુષ્કળ લોકો તેમને દેવી સમાન ગણીને, તેમના ધર્મોપદેશ સાંભળવા લાગ્યા. ખરા ધર્મવિશ્વાસથી એ ધર્મનો એકેએક શબ્દ ઉચ્ચારતાં. તેમના વાક્યમાં દૈવી શક્તિ રહેલી જણાતી. તેથી જ તેમનો ઉપદેશ મનુષ્યના હૃદયમાં શક્તિ રેડતા હતા. તેમના ઉપદેશથી થોડા જ દિવસમાં પાપીઓનાં મન બદલાઈ જતાં, અનેક પાપી પુરુષો અને નારીઓ તેમના ઉપર વિશ્વાસ રાખીને તેમની આગળ પોતાનાં પાપ દિલ ખોલીને કહી દેતાં તથા પશ્ચાત્તાપ કરતાં. તેમણે પોતાનાં પ્રેમ, સહાનુભૂતિ અને પ્રાર્થના વડે અનેક તોફાની તથા વહી ગયેલાં માણસોનાં હૃદયો. પેાતાની તરફ ખેંચ્યા હતાં. અને એવા લોકો પણ એ તપસ્વિનીનો ઉપદેશ સાંભળીને પાપનો ત્યાગ કરી દઈ ઈશ્વરનું શરણ લેતાં. ધર્માયાજક બટલર લખે છે કે -‘‘કેથેરિન પાપીઓનું ચરિત્ર સુધારવા સારૂ કઠિન પરિશ્રમ કરતાં. મનુષ્યો ઉપર તેમનો આશ્ચયકારક પ્રેમ હતો. લોકોને ઉન્નત કરવાના કામમાં ગમે તેટલા પરિશ્રમથી પણ એ કંટાળતાં નહિ. તેમનો બધો ઉપદેશ, બધુ કાર્ય, તેમની નીરવ પ્રાર્થના, જાણે બળપૂર્વક નરનારીઓને ધર્મના પથમાં ખેંચતાં હંતાં. પોપ દ્વિતીય પાયસ કહી ગયો છે કે, જે કેાઈ કેથેરિનની પાસે ગયો છે, તે પોતાનું હૃદય પવિત્ર કર્યા વગર પાછો ફર્યો નથી. એક વાર નેન્નીસ નામના એક તોફાની અને ખરાબ માણસ કેથેરિનની પાસે ગયેા હતો, તેના હૃદયમાં પરિવર્તન કરવા સારૂ એ પુણ્યશીલા નારીએ ઘણોજ પ્રયત્ન કર્યો; પણ તેમની બધી મહેનત ફોગટ ગઈ, ત્યારે તેમણે એ માણસને સારૂ નિરંતર પ્રાર્થના કરવા માંડી. એ પ્રાર્થનાથી ઈશ્વરની શક્તિ નીચે ઉતરી આવી અને થોડા જ સમયમાં એ માણસમાં આશ્ચર્યકારક ફેરફાર થયો. તેનાં બંને નયનોમાંથી પશ્ચાત્તાપનાં અશ્રુ ખરવા લાગ્યાં.ઈશ્વરે પોતાના પ્રેમના આકર્ષણથી તેને પોતાની તરફ ખેંચ્યો. તેના હૃદયમાંથી પાપનું વિષ નીકળી ગયું. તે કૃતજ્ઞતાપૂર્વક કેથેરિનના ચરણમાં ઢળી પડ્યો અને પોતાની એક સુરમ્ય હવેલી કેથેરિનને અર્પણ કરી; એ હવેલીમાં એમણે એક આશ્રમ બંધાવ્યો.”