પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
મહાન સાધ્વીઓ

કેથેરિન દિવસે દિવસે ધર્મોન્નતિના માર્ગમાં આગળ વધવા લાગ્યાં. તેમનું અતિ ઉન્નત જીવન જઈને લોકોના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. ઘણાંઓ તેમને પ્રશ્ન કરવા લાગ્યાં “ આપે ધર્મના વિષયમાં આટલી બધી ઉચ્ચ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી છે ? ” એ બાબતમાં એમણે પોતાના ધર્માચાર્યને જે કાંઇ કહ્યું હતું તે 'કુમારી કેથેરિન' નામના ગ્રંથમાં લખેલું છે. એનો સાર આ પ્રમાણે છે :-

"મારા પ્રભુએ જાતે મને જીવનનો પંથ દેખાડયો છે. એ વિષયમાં મને મનુષ્યની તરફથી કાંઈ પણ સહાયતા મળી નથી, પ્રભુની આદેશવાણી સાંભળીનેજ મેં' જીવનપથમાં ચાલવાનો યત્ન કર્યો છે. શરૂઆતમાં તેમનો આદેશ સાંભળ્યા છતાં પણ નિઃસંશય ચિત્તે અને પૂર્ણ લાગણી સાથે તેનું અનુસરણ હું કરી શકતી નહિ. કારણ કે મનમાં હું વિચારતી કે, આ મારા પ્રભુની આજ્ઞા છે કે શયતાનના છળ છે તે હું કેવી રીતે પારખી શકીશ ? ત્યારપછી પ્રભુએ પોતાનો આદેશ સમજવાનો એક ગૂઢ સંકેત મને બતાવી દીધા. પ્રભુ બોલ્યા કે, મારા આદેશનો આરંભ ભયથી થાય છે, પણ પછી તે શાંતિમાં બદલાઈ જાય છે. મારો આદેશ સાંભળવાથી અને મારાં દર્શન થવાથી મનુષ્યનો આત્મા અત્યંત વિનયી થાય છે. અને મારા પ્રસાદથી મનુષ્ય પોતાની સર્વ અયોગ્યતા જુએ છે તથા બધા દુનિયા પદાર્થોની અસારતા અનુભવે છે.”

“ મારા પ્રભુએ એક દિવસ મારી આગળ પ્રગટ થઈને કહ્યું :- બેટા ! તું કોણ છે અને હું કોણ છું ? એ વાત પ્રથમ જાણી લે. X X એ પુરાણ પુરુષોત્તમ જે કાંઇ હું છું તેજ તું છું. બીજું કાંઈ પણ નથી. જો એ બે સત્ય ગંભીર ભાવથી તારા અંતરમાં ઉંડાં ઉતરી જશે યો કોઈ પણ શત્રુ તને છેતરી શકશે નહિ.' એક દિવસ પ્રભુ એ મને એવું કહ્યું કે બેટા ! તું મારૂં જેવું સમરણ કરીશ તેટલું હું પણ તારૂં સ્મરણ કરીશ. ”

કેથેરિનના મુખમાંથી ઉચારાયેલાં આ ઉંડા ભાવવાળાં ધાર્મિક વચનો કેટલાં બધાં સજીવન અને ચેતનાદાયક છે ! એને વાંચ્યાથી હદયના તાર કેવો સ્વર્ગીય સૂર બજાવે છે ! અમે ‘કુમારી કેથેરિન’ ગ્રંથમાંથી એ સાધ્વીના બેએક ઉપદેશો અહીં ઉતારીએ છીએ.

"એ આત્માજ સિદ્ધ છે, કે જે અત્યંત વિશાળ અને ઉન્નત