પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોન ઑફ આર્ક વિષે પ્રસ્તાવના અને નિવેદન
**
૧-અનુવાદકની પ્રસ્તાવના

જેનો ઈતિહાસ વાંચી લેાકોનાં રોમેરોમ ખડાં થાય, સ્ત્રીશક્તિના ઉચ્ચ આદર્શના કંઇક ખ્યાલ આવે અને સ્વદેશાભિમાનના સમુદ્રમાં હૃદય ઝોલાં ખાય, એવી હિંદુસ્તાનના ઈતિહાસમાં શું કોઈ વીરબાળા નથી ? હા, ઘણી છે. ૨જીઆ બેગમ, ચાંદબીબી, અહલ્યાબાઈ વગેરે. પણ આ વીરબાળાઓને ઇતિહાસમાં સોનાના અક્ષરથી પોતાનાં નામ અમર કરવા ઘણી અનુકૂળતા હતી; તેથીજ દૂરના યુરોપખંડની એક ફ્રેન્ચ બાળાનો પાંચ સૈકા પહેલાંનો અદ્ભુત ઇતિહાસ પસંદ કરવામાં આવ્યો છે. આવી વીર જગવિખ્યાત બાળા એકજ થઇ છે–અને તે ફ્રાન્સમાંજ. વિદેશી કે વિધર્મી વિભૂતિનો સ્વીકાર કરતાં કોઇએ લાજવાનું નથી. અન્ય દેશના ગૌરવનો સ્વીકાર એ સ્વીકાર કરનારના હૃદયની મહત્તા દર્શાવે છે. આ બાળાના સમયમાં અંગ્રેજો ફ્રાન્સના શત્રુ હતા, અને તે વખતે તે પણ અંગ્રેજોની વિરેાધી હતી; છતાં પાછળથી તેઓ પણ તેને એક દેવીસ્વરૂપ લેખે છે; કેમકે તેઓ વીરપૂજા કરી જાણે છે.

જોન ઑફ આર્કના જમાનાની સ્થિતિ, વિઘ્નો અને સાધનોનો વિચાર કરીએ તો આ વીરબાળાએ જે મહાભારત કાર્ય કર્યું છે, તે ઇતિહાસના કોઈ પણ મહાન કાર્યથી ઉતરે એવું નથી. સીઝરે જગતને જીત્યું હતું, પણ તેની પાસે રોમના યુદ્ધપ્રવીણ અને શૂરવીર યોદ્વાઓ હોવા ઉપરાંત તે પોતે પણ મહાન યોદ્ધો હતો. નેપોલિયને યૂરોપને ધ્રુજાવ્યો, પણ તેની સાથે દેશદાઝ જાણનારા યુવકો અને સ્વતંત્રતાનો પાનો પામેલા વિજયવંત લડવૈયા હતા. જોન ઑફ આર્ક બાળક હતી, અશિક્ષિત હતી, ગામડાની રહેનાર હતી; છતાં વિદેશીય રાજ્યસત્તા નીચે આવી પડેલી કંગાળ, ઉત્સાહરહિત, ત્રાસથી નિરાશ થઈ ગયેલી અને વિધિને આધીન બનેલા કાયર સરદારવાળી મુરદાલ જેવી ફ્રેન્ચ પ્રજાને તેણે સજીવન કરી; એટલુંજ નહિ પણ શત્રુપર વિજય ઉપર વિજય અપાવ્યા.

કોઈ વ્યક્તિના ચારિત્રની તુલના કરવા માટે માણસે તે વ્યક્તિના જમાના તરફ દૃષ્ટિ કરવી જોઈએ. પરંતુ જોન ઑફ આર્કનું પ્રમાણ એથી વિલક્ષણ છે. એકને બદલે સઘળા જમાનાને દૃષ્ટિમાં રાખી તેના ચારિત્રની તુલના કરીએ, તોપણ તે નિષ્કલંક લાગશે; આદર્શ તરીકે લેખીએ તોપણ તે સંપૂર્ણ છે.

જોન ઑફ આર્કના જમાનાનો વિચાર કરીએ, તો તે અદ્ભૂત