પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
સાધ્વી કેથેરિન

થઇને અને આખી સૃષ્ટિને ભૂલી જઈને કેવળ સૃષ્ટા તરફજ સર્વ પ્રકારે દૃષ્ટિ રાખે છે.”

"જે આત્મા પોતાના તન અને મનની સર્વ પ્રકારે અયોગ્યતા અને નિર્મળતા જોઈ શકે છે અને તેને માટે જે કાંઈ સુખદાયક અને મંગળકારી છે તે બધું તે પ્રભુ તરફથીજ તેને મળે છે એવો અનુભવ કરે છે, તેજ આત્મા ઈશ્વરની આગળ પૂરેપૂરું આત્મસમર્પણ કરી શકે અને તેજ પરમાત્મામાં તલ્લીન-નિમગ્ન થઈ શકે છે.”

"આત્મા જેટલો પણ ઈશ્વરની સાથે યોગયુક્ત થઇને તેની સાથે મળી જાય છે, તેટલોજ તે પોતાનાં પાપ અને મલિન ભાવો પ્રત્યે ધૃણા પ્રગટ કરે છે. જેને એવી ધૃણા થતી નથી, તેના હૃદયમાં સાચા પ્રભુ પ્રેમ સંચાર પામતા નથી, એ વાત નિશ્ચયપૂર્વક જાણવી.”

“ તમે વિનયી થજો. તમારા ઘડતર અને દુ:ખના સમયમાં સહનશીલતા ધારણ કરજો. સૌભાગ્યના સમયમાં ફૂલાઈ જશો નહિ. પોતાને હમેશાં સંયમ અને શાસનમાં રાખજો. આ પ્રમાણે ચાલવાથી તમે ઈશ્વર અને મનુષ્યને પ્રિય થઈ રહેશો.”

(૪)

સંન્યાસિની કેથેરિનને સંસારના ભોગવિલાસ પ્રત્યે બિલકુલ આસક્તિ નહોતી, પરંતુ સંસારના લેાકો ઉપર તેમનો પ્રેમ હતો તથા પોતાનાં જનક-જનની અને ભાઈઓ તરીકે તેમના ઉપર હેત હતું. એમની સેવા એ તેમના ધર્મનું એક અંગ હતું. તેથી એ કામમાં ઝાઝો સમય રહેતાં, તેમની સેવાચાકરી કરવાથી તેમના હૃદયને ઘણી તૃપ્તિ થતી. એક વાર ઈશ્વરની આદેશવાણી તેમને એવી સંભળાઈ હતી કે તેમણે જીવને જોખમે પણ જનસમાજની સેવા કરવી, એવી ઈશ્વરની ઈરછા હતી.

પિતાના સ્વર્ગવાસ પછી આશરે ઈ. સ. ૧૩૭૦માં કેથેરિન માતા અને ભાઈઓની તથા દીનદુઃખીઓની સેવા કરવા સારૂ કોન્વેન્ટમાંથી ઘેર આવ્યાં હતાં. એ વખતે એ ખરેખર લોકોની સેવા સારૂ પોતાનું રક્ત આપવા લાગ્યાં હતાં. એક તરફ એ પીડિતાની સેવા કરતાં અને શાંતિ ખોઇ બેઠેલાં મનુષ્યને ધીરજ અને દિલાસો આપતાં; તો બીજી તરફ ગૃહકાર્ય અને જનનીની પરિચર્યાનો ભાર તેમના હાથમાં હતો.

ઇ. સ. ૧૩૭૪માં એમના દેશમાં ભયંકર મરકી ફાટી નીકળી. હજારો લેાકો દરરોજ મરી જવા લાગ્યા. મનુષ્યનાં દુઃખ અને