પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
મહાન સાધ્વીઓ

પીડાનો પાર રહ્યો નહિ. એ સમચે કેથેરિને પીડા પામતા લેાકાની સેવામાં આત્મસમર્પણ કર્યું. એ વખતે એ માતૃસ્વરૂપિણી નારીની મનુષ્યોપ્રત્યેની પ્રીતિ જોઇને બધા સ્તબ્ધ થઈ ગયા હતા.

એ વખતથી એ મહાન નારીનું સન્માન અને પ્રતિષ્ઠા આગળ કરતાં ઘણાં વધી પડ્યાં. દેશવિદેશના પુષ્કળ લોકો તેમના પ્રત્યે ભક્તિ દેખાડવા લાગ્યા. ઈ. સ. ૧૩૭૫ની સાલમાં ફલોરેન્સ નગરના નિવાસીઓએ પોપની વિરુદ્ધ એક વિદ્રોહ ઉભા કર્યો. એ વિદ્રોહનું સમાધાન કરવા સારૂ પોપે કેથેરિન ઉપરજ આધાર રાખ્યો હતો. સંન્યાસિની કેથેરિનની વિવેચક બુદ્ધિ તથા ધર્મભાવ જેઈને પોપ પણ વિસ્મય પામ્યા હતા. પોપે કેથેરિનને કહ્યું હતું કે “મારે શાંતિસિવાય બીજું કાંઈ જોઇતું નથી, આ વિવાદનું નિરાકરણ લાવવાનો બધો ભાર મેં તમારા હાથમાં સોંપ્યો છે. કેવળ એટલુંજ કહું છું કે, ચર્ચ(દેવળ)ના સન્માનનું રક્ષણ થાય એવું કરજો.” દેશના આગેવાન મેજીસ્ટ્રેટોએ વિવાદના નિરાકરણ સારૂ કેથેરિનને પત્રો લખ્યા. એ શક્તિશાળી નારીના પ્રયત્નથી એ વિવાદ શમી ગયેા. એ ફેંસલો પોપ ગ્રેગરીની હયાતિમાં થયો નહિ,પણ એમના મરણ બાદ થયેા હતો. વિવાદના સમયમાં એ તેજસ્વી સાધ્વીએ પોપને જે પત્ર લખ્યો હતો, તે પુનઃ પુનઃ વાંચવા યોગ્ય છે. અમે અહીં તેના થોડાક અંશનો મર્માનુવાદ આપીએ છીએ :–

“જે લાકો ઈશ્વરના કામમાં નિયુક્ત થયેલા દેખાય છે (અર્થાત્ જેમણે ત્યાગનો અથવા ઉપદેશકનો વેષ ધારણ કર્યો છે) તે લોકોજ જો આત્મસુખને માટે વલખાં મારતા ફરે, તો પછી તેમનાથી કોઇનું પણ મંગળ થઈ શકે કે ? એ ઉપરથી તો એવુંજ સમજાય કે, એમનામાં ધર્મ મરી ગયો છે અથવા તો જાગ્યોજ નથી. તમારા તાબાના જે બધા પાદરીઓ બીજા ત્રીજા કામમાં લિપ્ત રહે છે, તેમની ખામીઓ ટાળવાનો તમે પ્રયત્ન કર્યો છે કે ? એમને માઠું લાગશે અથવા કષ્ટ થશે, એવું ધારીનેજ તમે એમ નથી કર્યું ને? એવા માણસો તો ભાડુતી ભરવાડ જેવા છે, વરૂના મોંમાંથી ઘેટાનું ભક્ષણ કરવાના તો તેમનો ઉદ્દેશ જ નથી; પણ ઉલટા એ લેાકો પેાતેજ ઘેટાંનું ભક્ષણ કરવા માગે છે, અને એનું કારણ એ છે કે, એ લોકો ઈશ્વરને ચાહતા નથી પણ પોતાની જાતનેજ ચાહે છે. હું કહું છું કે, તમે બધાએ ઈસુના માર્ગ નું