પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
મહાન સાધ્વીઓ

આજ્ઞા સાંભળતાંવારજ એ યુવકનાં રુવે રૂવાં ખડાં થઈ ગયાં. એ વિચારવા લાગ્યો કે “કેવી આશ્ચર્યકારક વાત છે ! એ ચાર સખ્ત વેણ કહેવા માટે દેહાંતદંડની સજા ! આનું નામ તે ન્યાય ? ત્યારે શું જગતમાં ધર્મ છેજ નહિ? ઈશ્વર છેજ નહિ ? આ સંસારમાં શું શયતાનની ક્રૂર રમતજ ચાલ્યા કરે છે ? આવા આવા વિચારોથી એ યુવક ધર્મ અને ઈશ્વરનો વિદ્રોહી થઈ ગયેા. હવે તેની દુર્ગતિનો પાર રહ્યો નહિ. તેની અવસ્થા ભયંકર થઈ પડી. એ અશાંતિની ઝાળમાં બળ્યો બળ્યો થઈને તરફડીઆં મારવા લાગ્યો. એવે સમયે યુવકની આ મર્મવિદારક કથા કેથેરિનના કાને પહોંચી કે તરતજ જનનીની પેઠે પ્રેમસુધાથી ઉભરાતા હૃદયે તે યુવકની પાસે ગયાં, તેમના પ્રેમના મંત્ર અને ઉપદેશની જાદુઈ શક્તિથી એ યુવકમાં આશ્ચર્યજનક પરિવર્તન થયું. એ ઇશ્વરના ચરણમાં ઢળી પડયો. એ વિષયમાં કેથેરિનનો એક ઉત્કૃષ્ટ પત્ર છે. એ પત્ર તેમણે ધર્માચાર્યને લખ્યો હતો. એ પત્ર છપાયો છે. યૂરોપમાં સર્વત્ર એ પ્રસિદ્ધ પત્રના ઘણો આદર થાય છે. અમે તેના થોડાક ભાગને સારાનુવાદ નીચે આપીએ છીએઃ-

‘હું તે યુવકને મળવા ગઈ હતી, મારા સ્નેહ અને સાંત્વનાથી તેને યથેષ્ટ શાંતિ મળી હતી. મારી આગળ તે પોતાનાં પાપ કબૂલ કરતાં સંકોચાતો નહિ. એ મૃત્યુને માટે સારી રીતે તૈયાર હતો. સવારે હું એ યુવકની પાસે ગઈ. એ વખતે દંડાજ્ઞા જાહેર થવાનો ઘંટ વાગ્યો નહોતો. તે મારી સાથે ઈશ્વરની ઉપાસનામાં સામીલ થયેા. એને કેવળ એકજ ચિંતા હતી કે જીવનની છેલ્લી પળે ધર્મ અને ઈશ્વરમાં તેનો વિશ્વાસ કાયમ રહેશે કે નહિ ? પરંતુ ઇશ્વરકૃપાથી યુવક મૃત્યુકાળે પણ તેનો વિશ્વાસ અને ભરોસો ટકાવી શક્યો હતો. તેણે મને કહ્યું હતું કે 'તમે મારો પરિત્યાગ કરશો નહિ. મારી સાથે જ રહેજો. એથી કરીને હું પ્રસન્ન ચિત્તે મૃત્યુને ભેટી શકીશ.' યુવકે મૃત્યુની પૂર્વે મારી છાતી ઉપર માથું મૂકયું હતું. હું તેના દેહના ધબકારા અને નિઃશ્વાસની અંદર એક સુમિષ્ટ ભાવ અનુભવવા લાગી, મારા હૃદયની પ્રીતિને મેં એ ભાવની સાથે ભેળવી દીધી. મે કહ્યું ' ભાઈ ! તું શાંત થા, સ્વર્ગમાં ઈશ્વરનું જે પ્રેમભેાજન થશે તેમાં આપણે જલદી જઈને શામિલ થઈશુ. ' એ સાંભળતાંજ યુવકનું મુખ આનંદથી પ્રકાશિત થઇ ગયું. તે બોલ્યો 'મારા ઉપર આપની કેટલી બધી દયા છે !' જે